Virat kohli આજે સદી કરે તો બાબર આઝમને 440 વોલ્ટેજનો લાગશે ઝટકો!

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે વિશાખાપટનમમાં સિરિઝની ત્રીજી અને અંતિમ વનડે રમાવાની છે, આ પહેલાની બન્ને મેચમાં વિરાટ કોહલીના બેટથી સદી આવી છે

IND Vs SA

1/6virat kohli

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે વિશાખાપટનમમાં સિરિઝની ત્રીજી અને અંતિમ વનડે રમાવાની છે, આ પહેલાની બન્ને મેચમાં વિરાટ કોહલીના બેટથી સદી આવી છે, જો તે સળંગ ત્રીજી સદી કરે છે તો પાકિસ્તાનની સ્ટાર ક્રિકેટર બાબર આઝમની બાદશાહત ખતરો ઉભો થઈ જશે.


2/6virat kohli

વિરાટ કોહલીએ મેચમાં બે સદી લગાવી દીધી છે, આવામાં વિરાટ કોહલી પાસે એક ગજબનો મોકો છે કે જેમાં તે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમના રેકોર્ડને હચમચાવી શકે છે. આમ થવાથી બાબર આઝમની જે બાદશાહત છે તે ખતમ થઈ જશે. વિરાટ કોહલી વિશાખાપટનમમાં રમવા માટે ઉતરશે, ત્યારે તે ભારતને જીત તરફ દોરી જવાનો અને શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે, જ્યાં તેની પાસે બાબર આઝમના અનોખા રેકોર્ડની બરાબરી કરવાની તક પણ હશે

3/6virat kohli

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની નજર હવે ત્રણ મેચ પર છે ત્યારે સીરિઝની અંતિમ મેચ યાદગાર બનાવવા મંગેશે. જે આજે વિશાખાપટનમના ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. 30 નવેમ્બરે રાંચીમાં અને 3 ડિસેમ્બરે રાયપુરમાં રમાયેલી પ્રથમ બે ODIમાં યજમાન ટીમ માટે સદી ફટકારી હતી

4/6virat kohli

પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન બાબર આઝમે પોતાની કારકિર્દીમાં સતત ત્રણ વનડેમાં બે વાર સદી ફટકારી છે, જ્યારે કોહલીએ આ સિદ્ધિ ફક્ત એક જ વાર હાંસલ કરી છે. કોહલી પાસે વિશાખાપટ્ટનમમાં બાબરના અનોખા રેકોર્ડની બરાબરી કરવાની તક હશે. પરંતુ બાબર આઝમ એકમાત્ર ખેલાડી છે જેણે બે વાર આ સિદ્ધિ હાંસલ કરી છે.

5/6virat kohli

વિરાટ કોહલી ત્રીજી ODIમાં પણ સદી ફટકારવામાં સફળ રહેશે, તો તે એક અનોખો રેકોર્ડ બનાવશે. તે એક કરતા વધુ વખત સતત ત્રણ ODI સદી ફટકારવામાં પાકિસ્તાનના બાબર આઝમની બરાબરી કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બનશે.

6/6virat kohli

સૌથી વધુ સતત વનડે સદીનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે છે.ત્યારે કોહલી પાસે દક્ષિણ આફ્રિકા સામે ODIમાં સૌથી વધુ 50+ સ્કોરનો રેકોર્ડ તોડવાની તક પણ છે.ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને શ્રીલંકાના કુમાર સંગાકારાએ પણ દક્ષિણ આફ્રિકા સામે ODIમાં 15 વખત 50+ સ્કોર બનાવ્યા છે.આ દિગ્ગજ બેટ્સમેનએ 2015ના ODI વર્લ્ડ કપમાં સતત ચાર સદી ફટકારી હતી

Gallery Ads