
રામ રાજ્યમાં ચોરી કરનારાઓ માટે સજાના નિયમો અત્યંત કઠોર હતા. નાની ઉચાપત કે ખિસ્સાકાતરી જેવી ઘટનાઓમાં ગુનેગારની મિલકત જપ્ત કરવામાં આવતી અથવા ભારે દંડ ફટકારવામાં આવતો હતો.

હાલના સમયમાં જ્યારે અયોધ્યાના રામ મંદિરમાં દાનના ગેરવહીવટના સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે, ત્યારે 'રામ રાજ્ય'ની ન્યાયપ્રણાલીનું સ્મરણ થવું સ્વાભાવિક છે. વાલ્મીકિ રામાયણ અને રામચરિતમાનસમાં વર્ણવ્યા મુજબ, ભગવાન રામનું શાસન માત્ર સુખ-સમૃદ્ધિનું જ નહીં, પરંતુ અત્યંત કડક કાયદો અને વ્યવસ્થાનું પ્રતીક હતું. તેમના રાજ્યમાં ગુનો કરવો એ માત્ર ગુનો નહીં, પણ સૌથી મોટું પાપ માનવામાં આવતું હતું.

રામ રાજ્યમાં ચોરી કરનારાઓ માટે સજાના નિયમો અત્યંત કઠોર હતા. નાની ઉચાપત કે ખિસ્સાકાતરી જેવી ઘટનાઓમાં ગુનેગારની મિલકત જપ્ત કરવામાં આવતી અથવા ભારે દંડ ફટકારવામાં આવતો હતો. જો કોઈ વ્યક્તિ રીઢો ગુનેગાર હોય કે ગરીબોની સંપત્તિ લૂંટવાની કોશિશ કરે, તો તેને શારીરિક દંડ આપવાની અથવા રાજ્યમાંથી હાંકી કાઢવાની જોગવાઈ હતી.

સજાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ગુનેગારને ત્રાસ આપવાનો નહીં, પરંતુ સમાજમાં એક મજબૂત દાખલો બેસાડવાનો હતો, જેથી લોકો અન્યાયના માર્ગે ચાલતા ડરે.રામ રાજ્યની સૌથી અનોખી વિશેષતા એ હતી કે જો કોઈ નાગરિકના ઘરે ચોરી થાય, તો રાજાની તિજોરીમાંથી પીડિતને વળતર ચૂકવવામાં આવતું હતું.

ભગવાન રામનું માનવું હતું કે નાગરિક સાથે થયેલ અન્યાય એ રાજા અને તેના જાસૂસી તંત્રની નિષ્ફળતા છે. આથી, રાજા પોતે જ તેની જવાબદારી લેતા અને પીડિતને નુકસાનની ભરપાઈ કરી આપતા. આ વ્યવસ્થાને કારણે તિજોરી પર બોજ ન પડે તે માટે અધિકારીઓ સુરક્ષા બાબતે ખૂબ જ સતર્ક રહેતા હતા.

વહીવટમાં પ્રામાણિકતા જાળવવા ભગવાન રામ પોતે અત્યંત સતર્ક હતા. રામાયણના 'અયોધ્યાકાંડ'માં ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન રામ તેમના ભાઈ ભરતને મળ્યા, ત્યારે તેમણે રાજ્યના મંત્રીઓ અને ન્યાયાધીશોના આચરણ વિશે પૂછપરછ કરી હતી. જો કોઈ સરકારી અધિકારી લાંચ લેતા પકડાય, તો તેને તત્કાળ પદભ્રષ્ટ કરીને મિલકત જપ્ત કરવામાં આવતી અને જેલની સજા થતી. કાયદો દરેક માટે સમાન હતો; પછી તે મહેલનો સભ્ય હોય કે સામાન્ય નાગરિક.