વિશ્વના દિગ્ગજો સાથે PM Modi, જુઓ વર્લ્ડ લીડર્સ વચ્ચે ભારતનો દબદબો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. બુધવારે તેમણે રાષ્ટ્રના વડાઓ અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે મુલાકાત કરી હતી. તેમણે ટેક જગતના નેતાઓને પણ સંબોધિત કર્યા હતા.

India AI Impact Summit 2026

1/7At-the-world’s-largest-and-most-historic-AI-Impact-Summit-in-New-Delh

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્ય પર વિશ્વનું સૌથી મોટું વૈશ્વિક મંથન સત્ર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરૂ થયું છે. PM નરેન્દ્ર મોદી પાંચ દિવસીય ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કર્યુ.  આ સમિટ ભારત મંડપમ ખાતે યોજાઈ રહી છે, જ્યાં 20 દેશોના વડાઓ, 60 થી વધુ દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ, 100 થી વધુ વૈશ્વિક ટેક કંપનીઓના વડાઓ અને 600 થી વધુ સ્ટાર્ટઅપ્સ ભાગ લઈ રહ્યા છે.  ત્યારે પીએમ મોદી આજે વર્લ્ડ લીડર્સને મળ્યા હતા. 





2/7The-AI-Impact-Summit-in-Delhi

ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 માં 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે અને મોરેશિયસના વડા પ્રધાન નવીનચંદ્ર રામગુલામનો સમાવેશ થાય છે.

3/7Prime-Minister-Narendra-Modi,-along-with-global-tech-leaders

આ સમિટ માત્ર રાજકીય નેતાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ટેકનોલોજી જગતના દિગ્ગજો પણ એક મંચ પર આવ્યા છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ, ગૂગલના સુંદર પિચાઈ અને ઓપન-એઆઈના સેમ ઓલ્ટમેન સહિત 100 થી વધુ વૈશ્વિક ટેક કંપનીઓના સ્થાપકો અને સીઈઓ આ સમિટમાં સહભાગી થયા છે. 600 થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ અહીં વિશ્વના ડિજિટલ રોડમેપ બનાવવા માટે એકઠા થયા છે.

4/7pm-modi-meet-world-leaders

PM modiએ આ તમામ લીડર્સનું સ્વાગત કર્યું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને અગ્રણી વૈશ્વિક ઉદ્યોગપતિઓએ પણ આ સમિટમાં ભાગ લીધો હતો. ગ્લોબલ સાઉથના કોઈ દેશમાં આટલી મોટી AI સમિટ પહેલીવાર યોજાઈ રહી છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતનું વિઝન "સર્વજન હિતાય, સર્વજન સુખાય" છે. આ સિદ્ધાંતના આધારે AIનો ઉપયોગ સમગ્ર માનવતાના લાભ માટે થવો જોઈએ.

5/7PM-Modi-in-ai-summit-2026

દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં પીએમ મોદીએ ગ્રુપ ફોટો પણ પડાવ્યો. જેમાં ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન, મેટાના ચીફ એઆઈ ઓફિસર એલેક્ઝાન્ડર વાંગ, એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમોડેઈ સહિત વૈશ્વિક ટેક નેતાઓ જોવા મળ્યા..

6/7narndra-modi-speech-in-ai-summit

સમિટમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સમિટ નૈતિક અને જવાબદાર ડિજિટલ ભવિષ્યના નિર્માણમાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઇતિહાસ દર્શાવે છે કે માનવોએ દરેક પડકારને તકમાં પરિવર્તિત કર્યો છે. આજે, આપણી પાસે AI ના રૂપમાં ફરીથી આવી તક છે.

7/7leader-pm-modi-in-ai-summit

ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ AI ઇમ્પેક્ટ સમિટમાં મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે AIનો શ્રેષ્ઠ તબક્કો હજુ આવવાનો બાકી છે. તેમણે કહ્યું હતું કે AI ઘણા ક્ષેત્રોમાં નવા યુગની શરૂઆત કરી શકે છે.

Gallery Ads