ભારત અને ચીનના સબંધોને લઈને શાંતિના સંકેત મળ્યા છે. ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઈહોંગે જણાવ્યું હતું કે ભારત-ચીનની બોર્ડ પરની સ્થિતિ હાલ સ્થિર છે અને હવે બંને દેશોએ બોર્ડર અને તેના નિયંત્રણ સાથે જોડાયેલા નિયમો વિશે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ચાર વર્ષની સૈન્ય અથડામણ બાદ બંને પક્ષોના સબંધમાં સુધારો આવ્યો છે.





