
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠના વર્ષભરના સમારોહનું ઉદ્ઘાટન કર્યુ. આ પ્રસંગે પ્રધાનમંત્રી એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ" ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વર્ષ લાંબા સ્મારક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું.

પીએમ મોદીએ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યો.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ દિવસ દરેક ભારતીય માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. તેમણે વંદે માતરમને એક પ્રેરણાદાયક આહવાન તરીકે વર્ણવ્યું જેણે પેઢીઓને પ્રેરણા આપી છે અને દેશભરમાં દેશભક્તિની સ્થાયી ભાવના જાગૃત કરી છે.

આ કાર્યક્રમમાં જાહેર સ્થળોએ "વંદે માતરમ" ના સંપૂર્ણ સંસ્કરણનું સામૂહિક ગાયનનું પણ આયોજન કરાયુ છે. જેમાં સમાજના તમામ વર્ગો ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

વંદે માતરમ 7 નવેમ્બર, 1875 ના રોજ બંકિમ ચંદ્ર ચેટર્જી દ્વારા રચિત હતું. તે સૌપ્રથમ સાહિત્યિક મેગેઝિન બંગદર્શનમાં તેમની નવલકથા આનંદમઠના ભાગ રૂપે પ્રકાશિત થયું હતું. આ ગીત ભારતની એકતા અને રાષ્ટ્રીય ગૌરવનું કાયમી પ્રતીક બન્યું.