10 તસ્વીરોમાં જુઓ દિલ્હીના માલવિયા નગરમાં લાગી ભીષણ આગના હચમચાવતા દ્રશ્યો

દિલ્હીના માલવિયા નગરમાં આવેલી હોટેલ ફ્લોરિસ સ્ટેમાં ભયાનક આગ લાગતા ૨૧ લોકોના મોત થયા છે. જીવ બચાવવા લોકો ઉપરના માળેથી કૂદ્યા હતા. જુઓ ઘટનાના ભયાનાક દ્રશ્યો.

દિલ્હીમાં ભયંકર આગ દુર્ઘટના

1/10માલવિયા નગરમાં ભીષણ આગ દુર્ઘટના

દેશની રાજધાની દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલી 'હોટેલ ફ્લોરિસ સ્ટે' (Hotel Floris Stay) માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ભયાનક અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ૨૧ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

2/10આગ દુર્ઘટના

દિલ્હીમાં માલવિયના નગરમાં આગ લાગવાની ભીષણ દુર્ઘટના બનવા પામી. આગને પગલે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

3/10આગના દ્રશ્યો

માલવિયા નગરમાં આવેલી હોટલના રેસ્ટોરન્ટમાં સવારે 8:50 વાગ્યે આગ લાગી હતી. આગ ઉપરના માળ અને ભોંયરામાંના રૂમમાં ફેલાઈ ગઈ હતી.

4/10આગમાં દુર્ઘટના

આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકને સાકેતની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ આગની ઘટનાની જાણ થતાં, મૃતકોના સંબંધીઓ અને ઘાયલોમાં ગભરાટ ફેલાયો.

5/10માલવિયા આગ દુર્ઘટના

હોટલના રેસ્ટોરન્ટમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાય છે. રસ્તા પર જતા લોકો આગ દુર્ઘટનામાં ફસાયેલા પીડિતોને બચાવવા પ્રયાસ કરે છે.

6/10માલવિયા આગ દુર્ઘટનામાં વ્યક્તિ

આગ લાગ્યા પછી, ઇમારતની છત પર એક માણસ પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તો એક વ્યક્તિએ હોટલના ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો અને સ્થાનિક લોકોએ તેને બચાવી લીધો હતો.

7/10માલવિયા આગ

ઇમારતમાં આગ લાગ્યા બાદ, ઘણા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ત્રીજા અને ચોથા માળેથી કૂદી પડ્યા. આ ઘટનામાં અંદર ફસાયેલા મોટાભાગના પીડિતો વિદેશી નાગરિકો હોવાનું સામે આવ્યું છે.

8/10માલવિયામાં આગ દુર્ઘટનાની તસવીર

આગ ઇમારતની નજીક શેરીના ભાગમાં શરૂ થઈ અને પછી આખી ઇમારતમાં ફેલાઈ ગઈ. આગની જવાળાઓ ચારેબાજુ ફેલાતા અન્ય વિસ્તારો પણ આગની લપેટમાં આવ્યા. આગ દુર્ઘટનાના સમાચાર મળતા જ તાત્કાલિક ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.

9/10પોલીસ ઘટનાસ્થળ પર

ફાયર બ્રિગેડે બિલ્ડિંગમાં લાગેલી આગ બુઝાવી અને પછી હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. તો સ્થાનિક લોકોએ હોટલમાંથી ઘણા લોકોને બચાવ્યા અને તેમને હોસ્પિટલમાં લઈ ગયા.

10/10દિલ્હીમાં પોલીસ

આ ઘટનામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ફ્લેરિસ સ્ટે ગેસ્ટહાઉસને બેડ એન્ડ બ્રેકફાસ્ટ કોન્સેપ્ટ હેઠળ છ રૂમની પરમિટ સાથે લાઇસન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ 25 રૂમ બનાવવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ કરવામાં આવશે.

Gallery Ads