કુનો નેશનલ પાર્કમાં બોત્સ્વાનાથી આવ્યા 9 નવા ચિત્તા, વન્ય જીવ સંરક્ષણ અને ખોરાક પાછળના ખર્ચે વધારી ચિંતા, જાણો કેટલો થાય છે ખર્ચ

કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ફેબ્રુઆરીનો દિવસે 9 ચિત્તાઓનો સમાવેશ. દરમિયાન ચિત્તાઓના ખોરાક અને પરિવહન પર કરાતો ખર્ચ ચર્ચાનો વિષય બન્યો.

ચિતાઓનું કુદરતી નિવાસસ્થાન

1/7મધ્યપ્રદેશ કુનો નેશનલ પાર્ક

ભારતમાં ચિત્તાઓના પુનર્વસન પ્રોજેક્ટ વધુ સફળ રહ્યો. મધ્યપ્રદેશમાં આવેલ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફરી એક વખત વિદેશ ચિત્તાઓનો સમાવેશ કરાયો. શ્યોપુર જિલ્લામાં આવેલું કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ફેબ્રુઆરીનો દિવસ ફરી એક વખત યાદગાર બન્યો. આ ઉદ્યાન ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યું જયારે ત્યાં શનિવારના દિવસે બોત્સ્વાનાથી 9 નવા ચિત્તા ઉદ્યાનમાં લવાયા. ચિત્તાઓ માટે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન કુદરતી નિવાસ સ્થાન બની રહ્યું છે. ત્યારે  ચિત્તાઓના પુનર્વસન પાછળ થયેલો ખર્ચ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. જાણો ચિત્તાઓના ખોરાક અને પરિવહન પર સરકાર દરરોજ કેટલો ખર્ચ કરી રહી છે. તેને લઈને અત્યારે જોરદાર ચર્ચા થઈ રહી છે.

2/7પાર્ક

મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ચિત્તાઓનું કુદરતી નિવાસ સ્થાન બન્યું. 28 ફેબ્રુઆરીના દિવસે આફ્રિકન રાષ્ટ્ર બોત્સ્વાનાથી 9 નવા ચિત્તા શનિવારે સવારે ભારતમાં લાવવામાં આવ્યા. આ સાથે દેશનું ચિત્તા સ્થળાંતર અભિયાન એક નવા અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરશે.

3/7ચિત્તા કુનો

કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ચિત્તાઓના પુનર્વસન માટે પ્રખ્યાત છે. દરમિયાન શનિવારના દિવસે વધુ 9 નવા ચિત્તાઓના સમાવેશ સાથે ચિત્તા સ્થળાંતર પ્રોજેક્ટ હવે વન્યજીવન સંરક્ષણ કરતાં તેના બજેટ અને ખર્ચને કારણે વધુ સમાચારમાં છે.

4/7ચિત્તા કુનો નેશનલ પાર્ક

હાલમાં બોત્સ્વાનાથી 9 લાવવામાં આવેલા નવા ચિત્તાઓને ખાસ વિમાન દ્વારા ગ્વાલિયર લાવવામાં આવ્યા અને પછી હેલિકોપ્ટર દ્વારા કુનો લાવવામાં આવ્યા. જયાં તેમને શરૂઆતમાં આરોગ્ય તપાસ અને વાતાવરણને અનુકૂલન પૂર્ણ કરવા માટે એક મહિના માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.

5/7કુનો નેશનલ પાર્ક

સરકારના જણાવ્યા મુજબ ચિત્તાઓના ખોરાક પર દરરોજ ₹35,000 થી વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં ફક્ત બકરીના માંસ પર અત્યાર સુધી ₹1,27,10,870 નો ખર્ચ કરાયો. સરેરાશ દૈનિક ખર્ચ - ₹૩૪,૮૨૫, જયારે માસિક ખર્ચ ₹૧૦-૧૧ લાખ અને વાર્ષિક ખર્ચ અંદાજે ₹૧.૨૫ કરોડથી વધુ હોવાનું અનુમાન છે.

6/7કુનો નેશનલ પાર્ક વન્ય અભ્યારણ્ય

શ્યોપુર જિલ્લામાં સ્થિત, કુનો 748 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. ચિત્તાઓ સ્વસ્થ રહે માટે ખોરાક પાછળ ખાસ ધ્યાન રખાય છે, પશુ ચિકિત્સકોના તબીબી અહેવાલ, શારીરિક પ્રવૃત્તિ અને હવામાન પરિસ્થિતિ પ્રમાણે, આરોગ્ય દેખરેખ ડેટાના આધારે, તેમજ વ્યક્તિગત સ્વાસ્થ્યની સ્થિતિના આધારે તેમનો આહાર નક્કી કરાય છે

7/7કુનો ચિત્તા

પ્રોજેક્ટ ચિત્તા હેઠળ, 2022 માં નામિબિયાથી આઠ અને 2023 માં દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. કુનોમાં હવે 35 અને ગાંધી સાગર અભયારણ્યમાં ત્રણ ચિત્તા છે.

Gallery Ads