
બારામતી ખાતે રાજકીય સન્માન સાથે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના અંતિમ સંસ્કાર થશે. વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજિત પવારના અકાળ મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. આજે અજિત પવારની અંતિમ યાત્રા છે. વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે રાજકીય સન્માન સાથે અજીત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજકીય નેતા, અજીત પવારના સમર્થકો સહિત બોલીવુડ સેલેબ્સ પણ અજીત પવારને અંતિમ વિદાય આપવા વિદ્યા પ્રતિષ્ઠાન પહોંચ્યા છે.

અજિત પવારના પાર્થિવ શરીરને વિદ્યા પ્રતિષ્ઠાન, સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યું છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર શરૂ થયા છે. તેમના મોટા પુત્ર, પાર્થ પવાર, ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે, જ્યારે મોટી ભીડ "અજીત પવાર અમર રહે!" ના નારા લગાવી રહી છે

વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે શરદ પવાર, રાજ ઠાકરે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે સ્મશાનગૃહ પહોંચ્યા છે. વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મૃત્યુ મહારાષ્ટ્રના રાજકારણ અને પવાર પરિવાર માટે મોટો ફટકો છે. આ દરમિયાન, અજિત પવારના કાકા શરદ પવારે પ્રતિક્રિયા આપતા તેને અકસ્માત ગણાવ્યું હતું.

બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ અજિત પવારના અંતિમ સંસ્કાર માટે સંપૂર્ણપણે તૈયાર થયું. અજીત પવારની અંતિમ વિદાયમાં રાજ ઠાકરે, તેમના પત્ની, અભિનેતા રિતેશ દેશમુખ, મહારાષ્ટ્રના અનેક કેબિનેટ મંત્રીઓ, એનસીપીના બંને જૂથોના ધારાસભ્યો, ઝીશાન સિદ્દીકી, વિશ્વજીત કદમ, નવાબ મલિક અને અન્ય લોકો વિદ્યા પ્રતિષ્ઠાન પહોંચ્યા છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર શિવસેનાના નેતા ડૉ. નીલમ ગોર્હેએ કહ્યું, "આ ખૂબ જ દુઃખદ દિવસ છે. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આવો અકસ્માત થશે. હું શરદ પવાર અને સમગ્ર પવાર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું."

અજિત પવારની અંતિમયાત્રા વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ તરફ આગળ વધી રહી હતી. હજારો લોકો તેમની એક ઝલક જોવા માટે સ્મશાનભૂમિ પર રાહ જોઈ રહ્યા છે. એમ્બ્યુલન્સમાં બાઇકર્સ અને રાહદારીઓની મોટી ભીડ મૃતદેહને ઘેરી લે છે. જયારે બીજી તસવીર પવાર ફેમીલી શોકમગ્ન નજરે પડી રહ્યું છે.

અજીત પવારના અંતિમ સંસ્કાર વખતે વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે બહેન અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે ભાવુક દેખાયા. પવાર પરિવાર અને એનસીપી સમર્થકો ઉપરાંત બારામતીના લોકો પણ આ ઘટનાથી ખૂબ જ દુઃખી દેખાયા છે. ઘણા લોકો તેમના પ્રિય નેતાને અંતિમ વિદાય આપતાં ખૂબ જ રડતા જોવા મળ્યા.

8 જાન્યુઆરીએ બારામતીમાં લેન્ડિંગ દરમિયાન વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. અજીત પવારના અંતિમ સંસ્કાર બારામતીમાં થઈ રહ્યા છે.

બારામતી ખાતે કોલ્હાપુર, બારામતી, પિંપરી-ચિંચવાડ, મુંબઈ અને અન્ય સ્થળોથી પણ લોકો અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ આવી રહ્યા છે.

અજિત પવારના પાર્થિવ શરીરને બારામતીના કાટેવાડી સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યું હતું ત્યારે ત્યાં હજારો લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા.

અજિત પવારના પાર્થિવ શરીરને સવારે સવારે 9:55 વાગ્યે એમ્બ્યુલન્સ દ્વારા તેમના નિવાસસ્થાને લઈ જવાયા. જેની પાછળ મોટી ભીડ હતી. અંતિમ સંસ્કાર પહેલા અજિત પવારના પાર્થિવ શરીરને તેમના કાટેવાડી ખેતરમાં લાવવામાં આવ્યું હતું. જયાં અજીત પવારને તિરંગાનું સન્માન અપાયું.