અમરનાથ યાત્રા ખરાબ હવામાનના કારણે સ્થગિત, ભૂસ્ખલનના હચમચાવી નાખતા દ્રશ્યો સામે આવ્યા

અમરનાથ યાત્રાને લઈને આજે મોટી અપડેટ સામે આવી છે. જમ્મુ-કાશ્મીરમાં થતા સતત વરસાદના કારણે અમરનાથ યાત્રા પ્રભાવિત થઈ. ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાથી આજે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી. યાત્રાના મહત્વના સ્થાન એવા પહેલગામ અને બાલતાલથી અમરનાથ યાત્રા રોકવામાં આવી હોવાની જમ્મુ અને કાશ્મીરના માહિતી વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. જુઓ ભૂસ્ખલનના હચમચાવી દેતા દ્રશ્યો.

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

અમરનાથ યાત્રા રોકવામાં આવી

1/6

અમરનાથ યાત્રાને લઈને આજે મોટી અપડેટ સામે આવી છે. જમ્મુ-કાશ્મીરમાં થતા સતત વરસાદના કારણે અમરનાથ યાત્રા પ્રભાવિત થઈ. ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાથી આજે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી. યાત્રાના મહત્વના સ્થાન એવા પહેલગામ અને બાલતાલથી અમરનાથ યાત્રા રોકવામાં આવી હોવાની જમ્મુ અને કાશ્મીરના માહિતી વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. જુઓ ભૂસ્ખલનના હચમચાવી દેતા દ્રશ્યો.

2/6

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને પ્રશાસન દ્વારા આજે યાત્રા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો.

3/6

જમ્મુમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે આજે અમરનાથ યાત્રા પ્રભાવિત થઈ. પહેલગામ અને બાલતાલ બંને બેઝ કેમ્પથી પવિત્ર ગુફા તરફ જવાના યાત્રાના રૂટ પર ભૂસ્ખલન થયું

4/6

બુધવારે દક્ષિણ કાશ્મીર હિમાલયથી અમરનાથ ગુફા મંદિર માટે 6,064 યાત્રાળુઓનો બીજો સમૂહ રવાના થયો હતો. 3,593 યાત્રાળુઓ પહેલગામ બેઝ કેમ્પ જઈ રહ્યા છે અને 2,471 યાત્રાળુઓ યાત્રા માટે બાલતાલ રૂટ પસંદ કર્યો.

5/6

બુધવારે સાંજે બાલતાલ રૂટ પર રેલપાથરી ખાતે ભૂસ્ખલન થતાં પવિત્ર ગુફા તરફ જઈ રહેલા ચાર યાત્રાળુઓ તણાઈ ગયા હતા. સતત વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધતા રસ્તાઓ ધોવાઈ ગયા.

6/6

યાત્રાના વરસાદથી પ્રભાવિત માર્ગો પર તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવી રહ્યું છે. હવામાનની સ્થિતિને આધારે આગામી સમયમાં અમરનાથ યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવાશે તેમ અધિકારીએ જણાવ્યું.

Gallery Ads