
મહારાષ્ટ્રના નાયબમુખ્યમંત્રી અજીત પવારનું બુધવારના દિવસે સવારે નિધન થયું. અજીત પવાર બારામતી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગસ્ત થયું. વિમાન દુર્ઘટનામાં અજીત પવાર સહિત અન્ય 6 લોકોનું નિધન થયું. અજીત પવાર લીયરજેટ 45 વિમાનમાં સવાર હતા તે બોમ્બાર્ડિયર એરોસ્પેસ (Bombardier Aerospace) દ્વારા બનાવવામાં આવ્યું છે. આ બિઝનેસ જેટ શ્રેષ્ઠ સુવિધાયુક્ત છે. જાણો જાણો Learjet 45ની ખાસિયત.

મુંબઈમાં મંત્રીમંડળની બેઠકમાં હાજરી આપ્યા બાદ, અજિત પવાર એક ખાનગી કંપનીના ચાર્ટર્ડ વિમાનમાં બારામતી જઈ રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયુ હતુ. આ અકસ્માતમાં તેમનું અવસાન થયું.

અજીત પવાર જે પ્લેનમાં સવાર હતા તે લીયરજેટ 45 શ્રેષ્ઠ બિઝનેસ જેટ હતું. બોમ્બાર્ડિયર એરોસ્પેસ (Bombardier Aerospace) દ્વારા આ વિમાન બનાવવામાં આવ્યું. આ જેટે મધ્યમ કદના બિઝનેસ જેટ માર્કેટમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો.

બોમ્બાર્ડિયર એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવેલ Learjet 45 મિડ-સાઈઝ બિઝનેસ જેટની પ્રથમ ઉડાન ઓક્ટોબર 1995માં થઈ હતી. આ જેટનો કોર્પોરેટ ટ્રાવેલ, પ્રાઈવેટ ચાર્ટર અને મેડિકલ ઇવેક્યુએશનમાં ઉપયોગ થતો હતો.

લિયરજેટ 45 તેની ઝડપ અને ઊંચાઈ પર ઉડવાની ક્ષમતા માટે જાણીતું છે. આ વિમાનમાં પાયલોટ અને કો-પાયલોટ સાથે અન્ય 8 થી 9 જેટલા લોકો મુસાફરી કરી શકે છે.

આ જેટમાં તેની શ્રેણીમાં સૌથી વધુ લેગ-રૂમ અને આરામદાયક બેઠકો પ્રદાન કરી હતી. તેની કેબિન "ડબલ-ક્લબ" કન્ફિગરેશન (8 સીટો સામસામે) માટે પ્રખ્યાત છે. તેમાં Primus 1000 EFIS ગ્લાસ કોકપિટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પાયલોટને ઉડાન દરમિયાન ચોક્કસ ડેટા પૂરો પાડે છે.

લિયરજેટની ઝડપ 858 કિમી/કલાક તેની રેન્જ આશરે 3,167 કિમી (1,710 નૌટિકલ માઈલ)એન્જિન2 × Honeywell TFE731-20 ટર્બોફેન અને મહત્તમ ઊંચાઈ 51,000 ફૂટ પર ઉડાન ભરે છે.

વિમાનની પાંખોની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે તે ઓછું બળતણ વાપરે અને વધુ સ્થિરતા આપે. આ લિયરજેટ 45 નું અપગ્રેડેડ વર્ઝન છે. તેમાં વધુ પાવરફુલ એન્જિન હોવાને કારણે તે વધુ વજન સાથે ઝડપથી ઉડી શકે છે અને વધુ અંતર કાપી શકે છે.

લિયરજેટ 45 એ પહેલું એવું વિમાન હતું જે સંપૂર્ણપણે કોમ્પ્યુટરની મદદથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોમર્શિયલ એરલાઇન્સ કરતાં પણ વધુ ઊંચાઈ પર (51,000 ફૂટ) ઉડી શકે છે, જેના કારણે તે ખરાબ હવામાન અને ટ્રાફિકથી બચીને ઝડપથી મુસાફરી કરી શકે છે.