
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન ચાલી રહ્યું છે અને સાંજે 5:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. મુંબઈ સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મતદાન થઈ રહ્યું છે. મુંબઇમાં ખાસ કરીને સેલેબ્સ પણ વોટિંગ કરવા પહોંચ્યા હતા. આ ઉપરાંત ક્રિકેટર સચિન તેંદુલકર પણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.

BMC ચૂંટણી માટે મતદાન કર્યા બાદ સંગીતકાર વિશાલ દદલાણીએ કહ્યું કે ચૂંટણી આ દેશ માટે, લોકશાહી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આપણા શહેરની સ્થિતિ જોતાં, આશા છે કે પરિસ્થિતિ સુધરશે. મેં લોકોને મતદાન કરવાનું કહેવાનું બંધ કરી દીધું છે.

બીએમસી ચૂંટણીમાં મતદાન કર્યા પછી અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ કહ્યું કે મને લાગે છે કે તે આપણને નિયંત્રણની ભાવના આપે છે. હું આદત અને આશા બંનેથી મતદાન કરી રહી છું.

બીએમસી ચૂંટણીમાં મતદાન કર્યા પછી મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે મતદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે કોઈ ચોક્કસ પરિણામ ઇચ્છતા હોવ, તો દરેક વ્યક્તિએ મતદાન કરવા આવવું જોઈએ

બીએમસી ચૂંટણીમાં મતદાન કર્યા પછી અભિનેતા નાના પાટેકરે કહ્યું કે લોકશાહીમાં મતદાન કરવું જરૂરી હોવાથી મેં ત્રણ કલાકથી વધુ મુસાફરી કરીને પણ વોટ આપવા આવ્યો છું. હું દરેકને બહાર આવીને પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું."

BMC ચૂંટણીમાં મતદાન કર્યા પછી કવિ અને ગીતકાર ગુલઝારએ લોકોને મતદાન કરવાની અપીલ કરી.કહ્યું કે જો તમે મતદાન નહીં કરો, તો તમે ફરિયાદ કરવાનો અધિકાર ગુમાવો છો. હું ટ્રાવેલિંગમાં હોવા છતાં મતદાન કરવા માટે સમય કાઢ્યો.

મતદાન કર્યા પછી અભિનેતા અક્ષય કુમારે કહ્યું કે BMC માટે મતદાન થઈ રહ્યું છે. મુંબઈવાસીઓ તરીકે આજે આપણી પાસે રિમોટ કંટ્રોલ છે. હું મુંબઈના બધા લોકોને વિનંતી કરીશ કે તેઓ મોટી સંખ્યામાં બહાર આવે અને મતદાન કરે.