

ડો. આદિલ જમ્મુ કાશ્મીરના અનંતનાગનો રહેવાસી છે. તે સહારનપુરની એક હોસ્પિટલમાં વિશેષજ્ઞ તરીકે કામ કરતો હતો. પોલીસે તપાસ પછી આદિલની ઓળખ કરી અને તેને અંબાલા રોડ સ્થિત હોસ્પિટલમાંથી ઝડપ્યો હતો. અગાઉ આદિલને શ્રીનગર પોલીસે જૈશ એ મોહમ્મદના પોસ્ટર લગાવાના આરોપમાં પકડવામાં આવ્યો હતો

અમદાવાદમાં ગુજરાત એટીએસએ એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ મોડ્યુલનો માસ્ટરમાઇન્ડ ડો. એહમદ મોહિઉદ્દીન હતો. મોહિઉદ્દીને ચીનમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી છે. મોહિઉદ્દીનના ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિંસ સાથે કનેક્શન મળ્યું. મોહિઉદ્દીન પાસેથી પોલીસે 4 લિટર એરંડી તેલ, 3 મોબાઇલ, 2 લેપટોપ અને 30 જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા

દિલ્હી વિસ્ફોટ કેસમાં પોલીસે લખનૌની ડો. શાહીનને પણ ઝડપી પાડી છે. શાહીન ડો. મુજ્જમિલની નીકટની માનવામાં આવે છે. પોલીસે શાહીનની ગાડીમાંથી હથિયાર પણ જપ્ત કર્યા છે

દિલ્હી વિસ્ફોટનો મુખ્ય આરોપી ડો.ઉમરને ગણવામાં આવે છે જે વિસ્ફોટ વાળી કારમાં સવાર હતો. તે પુલવામાનો રહેવાસી છે. ઉમરે શ્રીનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમડી મેડિસીનનો અભ્યાસ કરેલો હતો. જીએમસી અનંતનાગમાં તેણે સિની રેસિડેન્સ ડોક્ટર તરીકે પણ કામ કરેલું અને ત્યાર પછી દિલ્હી આવી ગયો હતો

ડો. મુજમ્મિલ ડો.મુજમ્મિલ છેલ્લા 3 વર્ષથી ફરિદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીના કેમ્પસમાં રહેતો હતો. પોલીસને ડો.મુજમ્મિલની રુમમાંથી અંદાજે 360 કિલો એમોનિયમ નાઇટ્રેટ મળ્યો છે. એમોનિયમ નાઇટ્રેટને 8 મોટી સૂટકેસમાં અને 4 નાની સૂટકેસમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલાં જમ્મુ કાશ્મીર પોલીસ અને ફરિદાબાદ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં મુજમ્મિલની ધરપકડ કરાઇ હતી