
ભારતીય સેનામાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવાર માટે સારા સમાચાર છે. ભારતીય સેનામાં જોડવા માટેની સુવર્ણ તક છે. સેનામાં વિવિધ જગ્યા પર ભરતી શરૂ થઈ છે. ઇચ્છુક ઉમેદવાર ભારતીય સેનાની વેબસાઈટ પરથી તમામ માહિતી મેળવી શકશે. હાલમાં ભારતીય સેનાએ ૧૯૪ ગ્રુપ સી પોસ્ટ્સ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં ધોરણ-10 અને ધોરણ-12 પાસ ઉમેદવાર ઓફલાઈન અરજી કરી શકશે. તેમજ ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ચોક્કસ શ્રેણીના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ ઉપલબ્ધ છે. SC અને ST ઉમેદવારોને 5 વર્ષની, OBC ઉમેદવારોને 3 વર્ષની અને વિકલાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે. આ પોસ્ટ પર અરજી કરવા ઉમેદવારોએ પહેલા ભરતી સૂચના મુજબ અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો સાથે જોડો અને આપેલ સૂચના મુજબ તમે સ્થાન માટે અરજી કરી છે તે પોસ્ટને કમાન્ડન્ટ, 505 આર્મી બેઝ વર્કશોપ, દિલ્હી કેન્ટ, દિલ્હી-110010 ને મોકલો.

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ યુવાનોમાં ભારતીય આર્મી જોડાવવાની ઇચ્છા વધુ પ્રબળ થઈ છે. તાજેતરમાં સેનાએ ૧૯૪ ગ્રુપ સી પોસ્ટ્સ પર ભરતી માટે સૂચના બહાર પાડી છે. સેનામાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો ૧૯૪ ગ્રુપ સી પોસ્ટ્સ માટે ફક્ત ઓફલાઈન અરજી કરી શકશે.

આમાં લેખિત પરીક્ષા લેવાશે. જેમાં 150 બહુવિધ-પસંદગીના પ્રશ્નો હશે. તર્ક, સામાન્ય જાગૃતિ, અંગ્રેજી અને સંખ્યાત્મક યોગ્યતાનો સમાવેશ થશે, જેમાં કુલ 150 ગુણ હશે. પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવનારા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે.

આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું કે 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. ITI ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. સેનામાં શારીરિક માપ કડક આર્મી નિયમો અનુસાર નક્કી કરવામાં આવે છે.

સેનામાં કોઈપણ પોસ્ટ હોય લાયકાતની સાથે શારીરિક તંદુરસ્તી પણ મહત્વપૂર્ણ છે. ઉમેદવારોની ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેન્ટિમીટર, વજન 50 કિલોગ્રામ અને છાતીનું માપ 81.5 સેન્ટિમીટર હોવું આવશ્યક છે.

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને નિયામાનુસર પગાર મળશે. આ સિવાય અન્ય સરકારી ભથ્થાં અને લાભો પણ ઉપલબ્ધ થશે. દેશ સેવાનું સ્વપ્ન જોનારા માટે આ ઉત્તમ તક છે.