
ભારતીય હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં ધમાકેદાર વરસાદની ગંભીર ચેતવણી જાહેર કરી છે. 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. વાવાઝોડા, વીજળીના કડાકા અને તીવ્ર પવન સાથે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા છે.

મુંબઈના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે નવી મુંબઈમાં APMC શાકભાજી માર્કેટનો મુખ્ય પ્રવેશદ્વાર પાણીથી ભરાઈ ગયો છે. મધ્ય મહારાષ્ટ્રમાં 2 અને 3 જુલાઈએ મુશળધાર વરસાદ આફત બનીને વરસી શકે છે. બીજી તરફ, મરાઠવાડા અને ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં વરસાદની સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાનારા તોફાની પવન સામાન્ય જનજીવનની ગતિ રોકી દેશે તેવી સંભાવના છે.

પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અચાનક વધી ગયું છે. હવામાન ખરાબ થવાના સંકેતોને પગલે IMD એ માછીમારોને દરિયામાં ન જવા સખત તાકીદ કરી છે અને નાગરિકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપી છે.

મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં મેઘતાંડવ શરૂ થઈ ચૂક્યું છે. ભીવંડીના આમપાડા, ખંડુપાડા, તીન બટ્ટી અને નિઝામપુરા જેવા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક બજારો જળમગ્ન થતાં વેપારીઓનો કિંમતી માલ પલળી ગયો છે અને કરોડોના નુકસાનની ભીતિ છે.

માત્ર 1 કલાકના ધોધમાર વરસાદે ભીવંડી મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની હવા કાઢી નાખી છે. રસ્તાઓ પર વાહનો અધવચ્ચે જ બંધ પડી જતાં કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનચાલકો અને રાહદારીઓ કલાકો સુધી રસ્તા પર અટવાઈ પડ્યા હતા.

પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અચાનક વધી ગયું છે. હવામાન ખરાબ થવાના સંકેતોને પગલે IMD એ માછીમારોને દરિયામાં ન જવા સખત તાકીદ કરી છે અને નાગરિકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપી છે.

મધ્ય મહારાષ્ટ્રમાં 2 અને 3 જુલાઈએ મુશળધાર વરસાદ આફત બનીને વરસી શકે છે. બીજી તરફ, મરાઠવાડા અને ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં વરસાદની સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાનારા તોફાની પવન સામાન્ય જનજીવનની ગતિ રોકી દેશે તેવી સંભાવના છે.