ભારતમાં કર્ણાટકના શિવમોગામાં દેશના બીજા સૌથી લાંબા સિગંડુર કેબલ-સ્ટેડ બ્રિજનું ઉદ્ઘાટન કરાયું. દેશમાં ચિનાબ બ્રિજ બાદ વધુ એક મોટો બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો. ચેનાબ રેલ બ્રિજ એ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પરનો રેલ્વે પુલ છે. તે સ્ટીલ અને કોંક્રીટનો પુલ છે જ્યારે કર્ણાટકનો કેબલ-સ્ટેડ બ્રિજ શરાવતી નદી પર બનેલો છે. શિવમોગાના સાંસદ બીવાય રાઘવેન્દ્ર દ્વારા કેબલ-સ્ટેડ બ્રિજના ઉદ્ઘાટન સમારોહની જાહેરાત કરવામાં આવી હતી.






