Mumbaiમાં iPhone 17 માટે થઇ મારામારી, બોલાવવી પડી પોલીસ

એપલે આજે 19 સપ્ટેમ્બરના રોજ તેના iPhone 17 સિરીઝનું વેચાણ શરૂ કર્યું. હંમેશની જેમ નવા iPhones માટેનો ક્રેઝ જોરદાર છે.

iPhone 17 series launch

1/6iPhone 17 સ્ટોર પર મારામારી

એપલે આજે 19 સપ્ટેમ્બરના રોજ તેના iPhone 17 સિરીઝનું વેચાણ શરૂ કર્યું. હંમેશની જેમ નવા iPhones માટેનો ક્રેઝ જોરદાર છે. આ વખતે ભગવા રંગનો આઇફોન ખરીદવાની ભારે બોલબાલા છે. આ રંગને  Cosmic Orange iPhone નામ આપવામાં આવ્યુ છે. ત્યારે આઇફોનને લઇને એપલ સ્ટોરમાં અત્યારે પગ મૂકવાની પણ જગ્યા નથી. સ્ટોર બહારતો એટલી ભીડ છે કે મુંબઇમાં લોકો વચ્ચે ઝપાઝપી થઇ ગઇ.


2/6iPhone 17 સ્ટોર પર મારામારી

મુંબઈના Jio BKC સેન્ટર ખાતેના Apple સ્ટોરમાં ભારે ભીડને કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ. તેના કારણે મારામારી પર લોકો ઉતરી આવ્યા હતા. મામલો એટલો બિચક્યો કે સુરક્ષા કર્મચારીઓને દરમિયાનગીરી કરવી પડી.

3/6iPhone 17 સ્ટોર પર મારામારી

આજે સવારે સ્ટોર ખુલતા પહેલા સ્ટોરની બહાર લાંબી લાઇનો જોવા મળી હતી. ગઈ રાતથી જ લોકો iPhone 17 ખરીદવા માટે લાઇનોમાં ઉભા હતા. શુક્રવારે Apple સ્ટોર ખુલતાની સાથે જ અંદર મોટી ભીડ એકઠી થઈ ગઈ. ભારે ભીડે સ્ટોરની અંદર અફરાતફરી મચી ગઇ હતી. જેના કારણે ઘણા લોકો એકબીજા સાથે લડવા લાગ્યા.

4/6iPhone 17 સ્ટોર પર મારામારી

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. અહેવાલો અનુસા Apple સ્ટોરની અંદરની પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ દરમિયાનગીરી કરીને ભીડને શાંત કરવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો. આ ઘટના મુંબઇના BKC જિયો સેન્ટરમાં એપલ સ્ટોરની બહાર જોવા મળી.

5/6iPhone 17 સ્ટોર પર મારામારી

માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ દિલ્હીમાં પણ Apple સ્ટોર્સની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો iPhone 17 પ્રી-બુકિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

6/6iPhone 17 સ્ટોર પર મારામારી

iPhone 17 સ્ટાન્ડર્ડ: ₹82,900, iPhone 17 Pro ની શરૂઆતની કિંમત: ₹1,34,900 તથા iPhone 17 Pro Max ની શરૂઆતની કિંમત ₹1,49,900 અને iPhone 17 Air ની શરૂઆતની કિંમત ₹1,19,900 રૂપિયા છે.

Gallery Ads