
ભારત સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. વિશ્વની પાંચ મહાસત્તામાં સામેલ ભારત સંરક્ષણ ક્ષેત્રમાં પણ પોતાની તાકત વધારી રહ્યું છે. ઓપરેશન સિંદૂર દરમ્યાન દુનિયાએ ભારતની સેનાની શક્તિ જોઈ. ભારતીય સેનાની ત્રણેય પાંખ દિવસેને દિવસે વધુ શક્તિશાળી થઈ છે. હાલમાં લદાખમાં ભારતીય સેનાએ નોંધપાત્ર કામગીરી કરી. ગતરોજ બુધવારના દિવસે લદાખમાં ન્યામાં ખાતે વિશ્વના સૌથી ઊંચા એરબેઝનું IAF ચીફે ઉદ્ઘાટન કર્યું.

લદ્દાખમાં ન્યામા ખાતે વિશ્વના સૌથી ઊંચા એરબેઝનું IAF ચીફે ઉદ્ઘાટન કર્યું. આ એરબેઝ ચીનની LAC થી માત્ર ૩૦ કિમી દૂર છે. આ એરબેઝ આશરે ₹230 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

ચીફ માર્શલે દિલ્હીના હિંડોન એર બેઝથી C-130J સુપર હર્ક્યુલસ વિમાન ઉડાવ્યું અને સીધા ન્યોમા ખાતે ઉતરાણ કર્યું, જે 2020 માં પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવ, ડેમચોક અને ડેપ્સાંગ જેવા ચીની આક્રમણથી થોડા દૂર હતું.

લદ્દાખમાં ન્યોમા એરબેઝ ભારતની પશ્ચિમ સરહદ પર હવાઈ શક્તિનો નવો સ્તંભ બનશે. 3 કિમી રનવે અને કઠણ આશ્રયસ્થાનો સાથે 13,700 ફૂટની ઊંચાઈ પર બનેલ નવું Nyoma એરબેઝ હવે સંપૂર્ણપણે કાર્યરત છે

છેલ્લા 4 વર્ષોમાં, BRO એ LAC ની નજીક 330 પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે જે ઉત્તરીય સેક્ટો તરફ ભારતની પહોંચને વેગ આપે છે. આ એરબેઝ માત્ર સૈનિકો અને શસ્ત્રોની ઝડપી હિલચાલને સક્ષમ બનાવશે નહીં, પરંતુ ભારતને LAC (વાસ્તવિક નિયંત્રણ રેખા) ના દરેક ઇંચની સતત દેખરેખ પણ પૂરી પાડશે.

ન્યામા એરબેઝ માત્ર એક લશ્કરી થાણું નથી, પરંતુ ભારતના વ્યૂહાત્મક આત્મનિર્ભરતાનું પ્રતીક છે. 13,710 ફૂટની ઊંચાઈ પર બનેલ આ એરબેઝ સાબિત કરે છે કે ભારતની ભૂગોળ ગમે તેટલી મુશ્કેલ હોય પરંતુ દરેક મોરચે લડવા તૈયાર છે.