Mig-21 ફાઈટર પ્લેનની અંતિમ ઉડાન, વાયુસેના પ્રમુખે કહ્યું 'ઈન્ટરસેપ્ટર તરીકે શાનદાર રહ્યું', જુઓ Photos

[[$ad]]
[[$googlead]]
ભારતીય વાયુસેનાના મિગ-21 ફાઈટર પ્લેનને બીકાનેરના નાલ સ્થિત એરફોર્સ બેઝ પરથી પોતાની છેલ્લી ઉડાન ભરી. આ વિમાનોને 26 સપ્ટેમ્બરે ચંદીગઢમાં આયોજિત ઔપચારિક સેવાનિવૃતિ સમારોહમાં અંતિમ વિદાય આપવામાં આવશે.

  • Follow us on:

60 વર્ષ સુધી કરી સેવા

1/6MiG 21

ભારતીય વાયુસેનાના મિગ-21 ફાઈટર પ્લેનને બીકાનેરના નાલ સ્થિત એરફોર્સ બેઝ પરથી પોતાની છેલ્લી ઉડાન ભરી. આ વિમાનોને 26 સપ્ટેમ્બરે ચંદીગઢમાં આયોજિત ઔપચારિક સેવાનિવૃતિ સમારોહમાં અંતિમ વિદાય આપવામાં આવશે.

2/6MiG 21

ભારતીય વાયુસેનાના મિગ-21 ફાઈટર પ્લેનને બીકાનેરના નાલ સ્થિત એરફોર્સ બેઝ પરથી પોતાની છેલ્લી ઉડાન ભરી. આ વિમાનોને 26 સપ્ટેમ્બરે ચંદીગઢમાં આયોજિત ઔપચારિક સેવાનિવૃતિ સમારોહમાં અંતિમ વિદાય આપવામાં આવશે.

3/6MiG 21

મિગ-21ની પ્રતિકાત્મક વિદાયના સમયે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે 18-19 ઓગસ્ટે નાલથી મિગ-21માં એકલા ઉડાન ભરી. આ 62 વર્ષ સુધી વાયુસેનાની સેવા કરનારૂ મૂળ રશિયાનું ફાઈટર જેટ છે અને તેની અંતિમ ઉડાન ઘણી પેઢીઓ માટે ભાવુક ક્ષણ હતી.

4/6MiG 21

એર ચીફ માર્શલ સિંહે પોતાની ઉડાન બાદ કહ્યું મિગ-21 વર્ષ 1960ના દાયકામાં પોતાની શરૂઆતથી જ ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી ફાઈટર વિમાન રહ્યું છે અને આપણે હજુ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઈતિહાસમાં સૌથી વધારે મોટી માત્રામાં નિર્મિત કરવામાં આવેલા સુપરસોનિક ફાઈટર વિમાનોમાંથી એક છે, જેના 11,000થી વધુ વિમાન 60થી વધુ દેશમાં ઉપયોગ કરવામાં આવી ચૂક્યા છે.

5/6MiG 21

એપી સિંહે કહ્યું કે મિગ 21ની સાથે મારો પ્રથમ અનુભવ 1985માં રહ્યો, જ્યારે મેં તેજપુરમાં તેનું ટાઈપ-77 વેરિએન્ટ ઉડાવ્યું. આ એક અદ્ભૂત અનુભવ હતો. તેની ડિઝાઈન સરળ હતી. આ પ્લેનને ઉડાવનારા તમામ લોકો તેને યાદ કરશે.

6/6MiG 21

ઈન્ટરસેપ્ટર તરીકે મિગ-21 શાનદાર રહ્યું છે. તેને ખાસ ઈન્ટરસેપ્ટર કરવા માટે જ બનાવવામાં આવ્યું હતું અને તેની ભૂમિકામાં ભારતની સારી સેવા કરી છે પણ દરેક વસ્તુનો સમય અને સ્થાન હોય છે. આ ટેક્નોલોજી હવે જુની થઈ ચૂકી છે અને તેની રાખવું હવે મુશ્કેલ છે. હવે સમય આવી ગયો છે કે તેજસ, રાફેલ અને સુખોઈ-30 જેવી નવી પેઢીના પ્લેનમાં વધારો કરવામાં આવે.

Gallery Ads