17 કરોડનું પર્સ લઇને મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં પહોંચ્યા નીતા અંબાણી, જાણો પર્સની ખાસિયતો

ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ રાખેલી દિવાળી પાર્ટીમાં નીતા અંબાણી પણ પહોંચ્યા હતા. તેમના સાડી લુક તો હંમેશની જેમ હટકે હતો.

Nita Ambani Diamond Purse

1/6neeta ambani

12 ઓક્ટોબરના રોજ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે આયોજિત ભવ્ય દિવાળી પાર્ટીમાં હાજરી આપનાર સેલિબ્રિટીઓમાં નીતા અંબાણી પણ સામેલ હતા. તેઓ પાર્ટીમાં એન્ટ્રી કરતા જ આખી મહેફિલ લૂંટી લીધી હતી. કારણ કે તેમણે સિકવન્સ સાડી પહેરી હતી જે મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી હતી. વળી મોટા મોટા પન્ના વાળા ઝુમકા પહેર્યા હતા. જે તેમના લુકને ચાર ચાંદ લગાડતા હતા. જો કે સૌથી વધારે ધ્યાન ખેંચ્યુ હોય તો, તેમના પર્સએ. 

2/6neeta ambani purse cost

આ હર્મેસની સૌથી પ્રખ્યાત બેગ બિર્કિનનું નવું વર્ઝન હતું. તેને ખૂબ જ મૂલ્યવાન અને દુર્લભ મીની બેગ માનવામાં આવે છે. અહેવાલો અનુસાર આવી ફક્ત ત્રણ જ સેક બિજોઉ બિર્કિન બેગ ઉપલબ્ધ છે, અને આ તેમાંથી એક છે.

3/6neeta ambani purse cost

આ બેગને 2012 માં ડિઝાઇન કરવામાં આવી હતી. દરેક બેગની કિંમત $2 મિલિયન છે, જેને રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે તો, લગભગ 17,73,24,200 રૂપિયા થાય છે.

4/6neeta ambani purse cost

મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ આ બેગ બનાવવામાં જટિલ રીતે બનાવેલા 18-કેરેટ સફેદ સોનાનો સમાવેશ થાય છે અને તેમાં 3,025 ચમકતા હીરા જડેલા છે. આ એક સ્ટેટમેન્ટ પીસ છે.

5/6neeta ambani purse cost

સૈક બિજૌને હેન્ડબેગની રીતે નહીં પણ બ્રેસલેટની જેમ પહેરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જેને હર્મીસના ફાઇન જ્વેલરી ક્રિએટીવ ડાયરેક્ટર પિયર હાર્ડીએ ડિઝાઇન કર્યું હતું.

6/6neeta ambani purse cost

તેની ડિઝાઇનની વાત કરીએ તો, બેગનો ટોચનો ફ્લૅપ મગરની ચામડી જેવો બનાવવામાં આવ્યો હતો, જ્યારે બોડી, ટોપ હેન્ડલ્સ, , કેડેના લોક અને ક્લોશેટ હીરાથી શણગારવામાં આવ્યા હતા.

Gallery Ads