
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પીએમ મોદીના જન્મદિવસને બે અઠવાડિયા લાંબા સેવા પખવાડા તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારા સેવા પખવાડા દરમિયાન, ભાજપના કાર્યકરો 1000 જિલ્લાઓમાં રક્તદાન શિબિરો તેમજ 75 શહેરોમાં નમો દોડનું આયોજન કર્યુ છે. આ ઉપરાંત, વૃક્ષારોપણ સહિત અન્ય ઘણી તૈયારીઓ કરવામાં આવી છે.

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અને સેવા પખવાડામાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી સૈનીએ 'એક પેડ મા કે નામ' કાર્યક્રમ હેઠળ એક વૃક્ષ પણ વાવ્યું.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 'સેવા પખવાડા' હેઠળ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય ભાજપ નેતાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ઇન્ડિયા ગેટ પર સેવા સંકલ્પ પદયાત્રામાં ભાગ લીધો હતો. જે દરમિયાન દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસા ભાંગડા કરતા જોવા મળ્યા.

સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ દ્વારા સેવા પખવાડા અભિયાન હેઠળ પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે શિવમંદિરમાં પૂજા કરી અને સ્વચ્છતા અભિયાન ચલાવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા રક્તદાન શિબિર શરૂ કરવામાં આવી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બ્લડ ડોનેટ કર્યું. તેમણે કહ્યુંકે આપણા લોહીનું દરેક ટીપું રાષ્ટ્ર માટે છે. 15 દિવસના સેવા પખવાડા દરમિયાન,અમે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે દિલ્હીના લોકોને 75 નવી યોજનાઓ આપીશું..