Rajveer Singh Chauhan: દીપિકા સિંહ ચૌહાણે અશ્રુભીની આંખે પતિને આપી વિદાય, Photos

લેફ્ટનન્ટ કર્નલ દીપિકા ચૌહાણે તેમના પતિ લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) રાજવીર સિંહ ચૌહાણને આંસુભરી વિદાય આપી. નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ રાજવીર સિંહ ચૌહાણનું 15 જૂનના રોજ ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કાર જયપુરમાં કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે રાજવીર સિંહ ચૌહાણ સેનામાં લેફ્ટનન્ટ કર્નલના પદ પરથી નિવૃત્ત થયા હતા. થોડા મહિના પહેલાં તેમણે એક ખાનગી હેલિકોપ્ટર સેવા કંપની આર્યન એવિએશન સાથે પાયલટ તરીકે કામ શરૂ કર્યું હતું. 

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

કેદારનાથમાં હેલિકોપ્ટર અકસ્માતમાં થયું હતુંમોત

1/7લેફ્ટન્ટ કર્નલ દીપિકા સિંહ ચૌહાણ

લેફ્ટનન્ટ કર્નલ દીપિકા ચૌહાણે તેમના પતિ લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) રાજવીર સિંહ ચૌહાણને આંસુભરી વિદાય આપી. નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ રાજવીર સિંહ ચૌહાણનું 15 જૂનના રોજ ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું હતું. તેમના અંતિમ સંસ્કાર જયપુરમાં કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે રાજવીર સિંહ ચૌહાણ સેનામાં લેફ્ટનન્ટ કર્નલના પદ પરથી નિવૃત્ત થયા હતા. થોડા મહિના પહેલાં તેમણે એક ખાનગી હેલિકોપ્ટર સેવા કંપની આર્યન એવિએશન સાથે પાયલટ તરીકે કામ શરૂ કર્યું હતું. 

2/7લેફ્ટન્ટ કર્નલ દીપિકા સિંહ ચૌહાણ

અંતિમ વિદાય વખતે કર્નલ દીપિકા થયા ભાવુક. લેફ્ટનન્ટ કર્નલના પત્ની દીપિકાએ પોતાના પતિના ફોટાને છાતી સાથે ગળે લગાવીને તેમને વિદાય આપી. લેફ્ટનન્ટ કર્નલ દીપિકા ચૌહાણે તેમના પતિને એક સૈનિકની જેમ અંતિમ વિદાય આપી.

3/7લેફ્ટન્ટ કર્નલ દીપિકા સિંહ ચૌહાણ

જયપુરના ચાંદપોલ મોક્ષધામથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યાં લોકોની ભારે ભીડ હતી. લેફ્ટનન્ટ કર્નલ રાજવીર સિંહ ચૌહાણને લોકોએ ભાવીભીની શ્રદ્ધાંજલિ આપી.

4/7લેફ્ટન્ટ કર્નલ દીપિકા સિંહ ચૌહાણ

હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ રાજવીર સિંહ ચૌહાણના અંતિમ સંસ્કાર વખતે એક પત્ની સહજભાવના દીપિકા ચૌહાણમાં જોવા મળી. એક આર્મી સૈનિક હોવા છતાં પતિને ગુમાવ્યાના દુઃખથી વધુ વ્યથિત થયા.

5/7લેફ્ટન્ટ કર્નલ દીપિકા સિંહ ચૌહાણ

અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે દીપિકા ચૌહાણે શાંતિથી માથું નમાવ્યું અને લશ્કરી પરંપરા મુજબ તેમના પતિને અંતિમ સલામ આપી. ત્યારે થોડી ક્ષણો માટે સમગ્ર વાતાવરણ શાંત થઈ ગયું.

6/7લેફ્ટન્ટ કર્નલ દીપિકા સિંહ ચૌહાણ

પાઇલટની માતાએ 'રાજવીર અમર રહે' ના નારા લગાવીને સમગ્ર વાતાવરણને ભાવનાત્મક બનાવી દીધું. આ માતાનો સંકલ્પ હતો, આ શોક સામે ઝૂકવાનો તેમનો ઇનકાર હતો.

7/7લેફ્ટન્ટ કર્નલ દીપિકા સિંહ ચૌહાણ

આર્મી યુનિફોર્મમાં દીપિકા સિંહ ચૌહાણે પતિની તસવીરને સલામ કરી, માથું નમાવ્યું અને પછી તેમની આંખો ભીની થઈ ગઈ. તેમના મુખ પર પતિને ગુમાવ્યાની પીડા દેખાઈ.

Gallery Ads