Rishikesh-Karnaprayag Tunnel : દેશની સૌથી લાંબી રેલવે ટનલ બનીને તૈયાર, જુઓ Photos

આ દેશની સૌથી લાંબી રેલવે ટનલ છે અને ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પરિયોજનાનો મુખ્ય ભાગ છે. ખાસ વાત એ છે કે આ ટનલ નિર્ધારિત સમય પહેલા તૈયાર થઈ ચૂકી છે.

TBMથી ટનલનું કરાયું ખોદકામ

1/6Rishikesh Karnaprayag Tunnel

ઉત્તરાખંડમાં દેવપ્રયાગ અને જનાસૂની વચ્ચે બની રહેલી 14.57 કિલોમીટર લાંબી રેલવે ટનલ હવે પુરી રીતે તૈયાર થઈ ચુકી છે. આ દેશની સૌથી લાંબી રેલવે ટનલ છે અને ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પરિયોજનાનો મુખ્ય ભાગ છે. ખાસ વાત એ છે કે આ ટનલ નિર્ધારિત સમય પહેલા તૈયાર થઈ ચૂકી છે. મુળ રૂપે આ નિર્માણ કામગીરી 2026ના મધ્ય સુધીમાં પુરી થવાની હતી.


2/6Rishikesh Karnaprayag Tunnel

ઉત્તરાખંડમાં દેવપ્રયાગ અને જનાસૂની વચ્ચે બની રહેલી 14.57 કિલોમીટર લાંબી રેલવે ટનલ હવે પુરી રીતે તૈયાર થઈ ચુકી છે. આ દેશની સૌથી લાંબી રેલવે ટનલ છે અને ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પરિયોજનાનો મુખ્ય ભાગ છે. ખાસ વાત એ છે કે આ ટનલ નિર્ધારિત સમય પહેલા તૈયાર થઈ ચૂકી છે. મુળ રૂપે આ નિર્માણ કામગીરી 2026ના મધ્ય સુધીમાં પુરી થવાની હતી.


3/6Rishikesh Karnaprayag Tunnel

RVNL અને L&Tએ ટનલની કામગીરી 16 એપ્રિલ 2025એ પૂર્ણ કરી લીધી છે. RVNLએ જણાવ્યું કે આ સિદ્ધિ ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવો કિર્તીમાન છે. આ પરિયોજનામાં પ્રથમ વખત હિમલાયના વિસ્તારમાં ટનલ બોરિંગ મશીન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. અત્યાર સુધી પારંપરિક ડ્રિલ એન્ડ બ્લાસ્ટ ટેક્નોલોજીથી જ ટનલનું નિર્માણ થતું રહ્યું છે પણ આ વખતે ટીબીએમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


4/6Rishikesh Karnaprayag Tunnel

L&Tના અધિકારીઓના જણાવ્યા મુજબ ટનલનું લગભગ 70 ટકા કામ ટીબીએમ અને અન્ય 30 ટકા કામ ડ્રિલ એન્ડ બ્લાસ્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું છે. ટનલના ખોદકામ દરમિયાન એક સમયે અચાનક ભૂસ્ખલન થયું, જેના કારણે ટીમ પર ભારે દબાણ આવ્યું. સામાન્ય સ્થિતિમાં ટીબીએમ 50,000-60,000 કિલો ન્યૂટન પર કામ કરે છે પણ આ દરમિયાન તેને 1.3 લાખ કિલો ન્યૂટનની ક્ષમતા પર ચલાવવું પડ્યું.


5/6Rishikesh Karnaprayag Tunnel

તમને જણાવી દઈએ કે ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પરિયોજના કૂલ 125 કિલોમીટર લાંબી છે અને તેમાં 30થી વધારે ટનલ બનાવવામાં આવી રહી છે. આ રેલવે પહાડી વિસ્તારોમાંથી પસાર થશે. આ રેલવે માર્ગથી મુસાફરીમાં ઓછો સમય લાગશે અને સરળતાથી ગંતવ્ય સ્થાને પહોંચી શકાશે.


6/6Rishikesh Karnaprayag Tunnel

આ રેલવે લાઈન ડિસેમ્બર 2026 સુધી પુરી રીતે તૈયાર થવાની આશા છે. તે શરૂ થયા બાદ ઋષિકેશ અને કર્ણપ્રયાગની કનેક્ટિવિટી સરળ થઈ જશે. સાથે જ આ પ્રસ્તાવિત ચાર ધામ રેલવે સંપર્ક પરિયોજનાનો પણ એક મહત્વપૂર્ણ ભાગ બનશે. 

Gallery Ads