
પીએમ મોદીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય NDA સંસદીય બેઠક યોજી.. આ બેઠકમાં બજેટના ફાયદાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે એક રોડમેપ વિકસાવવામાં આવશે. સાંસદો તેમના મતદારોને બજેટની સકારાત્મક અસરો વિશે માહિતી આપી શકશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કેન્દ્રીય બજેટ અંગે NDA સંસદીય પક્ષની એક મહત્વપૂર્ણ બેઠકને સંબોધિત કરી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન સહિત ગઠબંધન મંત્રીઓ અને સાંસદો હાજરી આપી.

અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલને લઇને એનડીએ સાંસદો દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. એનસીપી નેતા પ્રફુલ પટેલે તેમનો ફુલ હાર પહેરાવીને સ્વાગત કર્યું.

એનડીએ સંસદીય દળની બેઠકમાં ભારત અમેરિકા વચ્ચે થયેલી ટ્રે઼ડ ડિલને લઇને પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. આ અંગે સંસદીય કાર્ય મંત્રીએ કિરણ રિજિજૂએ કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ છે. આ ડીલથી દેશની અર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે.

કિરણ રિજિજૂએ વધુમાં કહ્યું કે દુનિયાને ભારતના નેતૃત્વ પર ભરોસો છે. મહત્વનું છે કે 2 એપ્રિલે વધુ 25 ટકા ટેરિફ લાધ્યો હતો જેમાં હવે ઘટાડો કરીને 2 ફેબ્રુઆરીએ 18 ટકા કરવાની જાહેરાત કરી હતી.

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય માણસ સુધી બજેટના લાભો પહોંચાડવા માટે એક રોડમેપ વિકસાવવાનો છે. પીએમ મોદી બજેટની વિગતો સામાન્ય માણસ સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગે સાંસદોને ચોક્કસ માર્ગદર્શિકા પ્રદાન કરશે.