
દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે સંસદ ભવનમાં મતદાન થઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયા સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડિયા બ્લોક ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો છે. લોકસભાના 542 સભ્યો અને રાજ્યસભાના 239 સભ્યો મતદાન કરશે. મતગણતરી સાંજે 6 વાગ્યે શરૂ થશે.

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક ખૂબ જ રસપ્રદ વીડિયો સામે આવ્યો છે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ નેતા નીતિન ગડકરી સંસદમાં હસતા અને હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળ્યા હતા. બંને નેતાઓ મતદાન કરવા માટે સંસદ પહોંચ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મતદાન કર્યું. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને રાજ્યસભાના અધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે પણ મતદાન કર્યું.

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતદાન કર્યું. મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનની જીત અંગે કોઈ શંકા નથી. સમગ્ર NDA તેમની સાથે સંપૂર્ણ તાકાત સાથે ઉભું છે.

બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડા દ્વારા પણ વોટિંગ કરવામાં આવ્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ કિરેન રિજિજુ અને શિવરાજ સિંહ ચૌહાણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું.