
પાણીપુરીની પૂરી એકદમ ક્રિસ્પી (કડક) હોય છે. તેની અંદર જ્યારે બાફેલા બટાકા અને ચણાનો સોફ્ટ (નરમ) મસાલો ભરીએ, ત્યારે મોઢામાં ક્રિસ્પી અને સોફ્ટ બંને ટેક્સચરનો એકસાથે અનુભવ થાય છે.

લગપ્પા, પુચકા કે પાણી કે બતાશે... નામ ગમે તે હોય, પાણીપુરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની અંદર માત્ર બટાકા, ચણા કે વટાણાનો જ મસાલો કેમ ભરવામાં આવે છે? મોટાભાગના લોકો તેને માત્ર સ્વાદ વધારવાની ટ્રીક માને છે, પણ તેની પાછળ એક રોચક વિજ્ઞાન છુપાયેલું છે.

પાણીપુરીની પૂરી એકદમ ક્રિસ્પી અને પોચી હોય છે, જ્યારે તેનું પાણી ખૂબ જ તીખું અને ખાટું હોય છે. જો તમે ખાલી પૂરીમાં સીધું પાણી ભરીને ખાશો, તો પૂરી તરત જ ગળીને તૂટી જશે અને મોંમાં મરચાનો જોરદાર ઝટકો લાગશે. બાફેલા બટાકા અને ચણા આ તીખા પાણીને સોષી લે છે, જેથી સ્વાદ બેલેન્સ રહે છે અને પાણી બહાર ઢોળાતું નથી.

પાણીપુરીના પાણીમાં જલજીરા, સંચળ, ફુદીનો અને આમલી જેવા ભારે મસાલા હોય છે, જે સ્વભાવે ખૂબ જ એસિડિક હોય છે. ખાલી પેટે આવું તીખું પાણી પીવાથી પેટમાં બળતરા કે એસિડિટી થઈ શકે છે. બટાકામાં રહેલું સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટ પેટની અંદર એક રક્ષણાત્મક પડ (કોટિંગ) બનાવે છે, જે મસાલાની સીધી અસરથી પેટને બચાવે છે.

ણીપુરીમાં વપરાતો મસાલો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. બટાકા ખાવાથી શરીરને તરત જ કામ કરવા માટે જરૂરી કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે ગ્લુકોઝ અને એનર્જી મળી રહે છે. આનાથી સુસ્તી દૂર થાય છે અને શરીર તરત જ એક્ટિવ થઈ જાય છે.

જો તમે બટાકાની સાથે મસાલામાં કાળા ચણા અથવા સફેદ વટાણા (રગડો) ઉમેરો છો, તો સ્વાદની સાથે પોષણ પણ વધી જાય છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, આ કઠોળના કારણે શરીરને સારી માત્રામાં પ્રોટીન અને ફાઇબર મળી રહે છે, જે પાચનક્રિયાને સુધારવામાં પણ મદદ કરે છે. તેથી, આગલી વખતે જ્યારે તમે પાણીપુરી ખાઓ, ત્યારે આ ફૂડ સાયન્સને ચોક્કસ યાદ કરજો!