બરફની ચાદર વચ્ચે ફસાયેલી જિંદગીઓ માટે ભારતીય સેના બની દેવદૂત, જુઓ Photos

સિક્કિમના ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક બદલાયેલા હવામાન અને ભારે હિમવર્ષાને કારણે પ્રવાસીઓની હાલત કફોડી બની ગઈ હતી

સિક્કિમમાં કુદરતનો પ્રકોપ

1/6ભારતીય સેના બની દેવદૂત

ભારતીય સેનાની ત્વરિત કાર્યવાહીએ અનેક પરિવારોને સુરક્ષિત રાખ્યા છે, પરંતુ બદલાતી આબોહવા સિક્કિમના પ્રવાસન અને સ્થાનિક જીવન માટે એક મોટો પડકાર બની રહી છે.

2/6ભારતીય સેના બની દેવદૂત

સિક્કિમના ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક બદલાયેલા હવામાન અને ભારે હિમવર્ષાને કારણે પ્રવાસીઓની હાલત કફોડી બની ગઈ હતી. રવિવારે સવારે ચાંગુ અને નાથુલા સરહદ તરફ જઈ રહેલા પ્રવાસીઓ બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા. આવી કપરી પરિસ્થિતિમાં ભારતીય સેનાએ 'ઓપરેશન હિમરાહટ' શરૂ કરીને માનવતા અને બહાદુરીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

3/6ભારતીય સેના બની દેવદૂત

રવિવારે સવારે જે.એન. રોડ પર ત્સાંગુ લેક નજીક અચાનક બરફ પડવાનું શરૂ થતા પ્રવાસીઓના આશરે ૩૫૦ વાહનો માર્ગમાં જ થંભી ગયા હતા. સિપ્સુ અને16મા માઇલ વચ્ચેના શેરેથાંગ પટ્ટામાં રસ્તો લપસણો બની જવાથી વાહનોની અવરજવર જોખમી બની હતી. આ વાહનોમાં સેંકડો પ્રવાસીઓ હતા, જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા પણ મોટી હતી.

4/6ભારતીય સેના બની દેવદૂત

સ્થિતિની ગંભીરતા જોતા ભારતીય સેનાએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો. પોલીસ, જનરલ રિઝર્વ એન્જિનિયર ફોર્સ અને સ્થાનિક લોકોની મદદથી સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 150 વાહનોમાંથી પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી ૪૬ પ્રવાસીઓને 17મા માઇલ પર આવેલા આર્મી ટ્રાન્ઝિટ કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે. સેના દ્વારા અસરગ્રસ્તોને રહેવાની સુવિધા, ગરમ ભોજન અને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

5/6ભારતીય સેના બની દેવદૂત

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, સિક્કિમમાં હજુ મુશ્કેલી ઓછી થઈ નથી. 24 ફેબ્રુઆરી સુધી ઉત્તર અને પૂર્વ સિક્કિમમાં હિમવર્ષા અને વરસાદની શક્યતા છે, જ્યારે મંગન જિલ્લામાં ૨૭ ફેબ્રુઆરી સુધી વરસાદ પડી શકે છે. હવામાન સાફ ન થાય અને રસ્તાઓ પરથી બરફ હટાવવામાં ન આવે ત્યાં સુધી પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે જ રહેવા સૂચના અપાઈ છે.

6/6ભારતીય સેના બની દેવદૂત

સિક્કિમમાં થઈ રહેલી આ અકાળે હિમવર્ષા પાછળ નિષ્ણાતો આબોહવા પરિવર્તનને જવાબદાર માની રહ્યા છે. ગયા વર્ષના દુષ્કાળ અને જંગલની આગ બાદ, હવે ગંગટોક જેવા શહેરોમાં પાણીના સ્ત્રોત સુકાઈ રહ્યા છે. પાણી પુરવઠામાં ૬૦ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે સૂચવે છે કે આગામી માર્ચ અને એપ્રિલ મહિનામાં રાજ્યમાં પાણીની ગંભીર અછત સર્જાઈ શકે છે.

Gallery Ads