ભારતના સ્ટાર ક્રિકેટરને થયો મુસ્લિમ યુવતી સાથે પ્રેમ, ધર્મના વાડા તોડી કર્યા લગ્ન

6 વર્ષ મોટી મુસ્લિમ યુવતી સાથે ભારતના સ્ટાર ક્રિકેટરને થયો પ્રેમ, ધર્મના વાડા તોડી લગ્ન કર્યા, ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવી પ્રેમ કહાની

ભારતના સ્ટાર ક્રિકેટરે કર્યા લગ્ન

1/6Shivam Dubey marriage

કહે છે કે, કોઈને સિદ્દતથી પ્રેમ કરો તો કુદરત પણ તેનું મિલન કરાવીને રહે છે. આમ તો તમે ઘણા ભારતીય ક્રિકેટર્સની લવ સ્ટોરી વાંચી કે સાંભળી હશે, પરંતુ આજે આપને ટીમ ઇન્ડિયાના એક એવા સ્ટાર ખેલાડી  વિશે જણાવી રહ્યાં છીએ

2/6Shivam Dubey marriage

કહે છે કે, કોઈને સિદ્દતથી પ્રેમ કરો તો કુદરત પણ તેનું મિલન કરાવીને રહે છે. આમ તો તમે ઘણા ભારતીય ક્રિકેટર્સની લવ સ્ટોરી વાંચી કે સાંભળી હશે, પરંતુ આજે આપને ટીમ ઇન્ડિયાના એક એવા સ્ટાર વિશે જણાવી રહ્યાં છીએ. જેને 6 વર્ષ મોટી છોકરી સાથે પ્રેમ થયો અને પછી તેને પોતાની પત્ની બનાવી લીધી. મોટી વાત એ છે કે, તેની પત્ની મુસ્લિમ ધર્મ સાથે સંબંધ ધરાવે છે. જો કે આ પ્રેમની સફર સરળ નહોતી, તમામ મુશ્કેલીઓ આવવા છતાં આ ક્રિકેટરે ધર્મની દીવાલ તોડવામાં જરા પણ સંકોચ કર્યો નહીં. આ સ્ટાર ક્રિકેટર કોઈ બીજું નહીં, પરંતુ ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે છે. તેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી.

3/6Shivam Dubey marriage

શિવમ દુબેને અંજુમ ખાન સાથે પ્રેમ થયો હતો, જે હવે તેની પત્ની પણ છે. અંજુમ ખાન અને શિવમ દુબેની ઉંમરમાં 6 વર્ષનું અંતર છે. શિવમ દુબે અંજુમથી નાનો છે. કોમન ફ્રેન્ડ દ્વારા તેઓની પહેલી મુલાકાત થઈ હતી. 2021માં લગ્ન કરતા પહેલા બંનેએ એકબીજાને થોડા સમય માટે ડેટ કરી હતી. જો કે, કોઈને આ અંગે કોઈ જાણ નહોતી. શિવમ દુબેએ જ્યારે અંજુમ ખાન સાથે પોતાનો સંબંધ જાહેર કર્યો, એટલે કે જ્યારે લગ્ન થયા ત્યારે તેને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો.

4/6Shivam Dubey marriage

શિવમ દુબે કે અંજુમ ખાનના ઘરવાળા તેના લગ્ન માટે રાજી નહોતા, તેનું મોટું કારણ હતું ધર્મ. શિવમ દુબે હિંદુ પરિવારમાંથી આવે છે, જ્યારે અંજુમ ખાન મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરંતુ બંનેના પ્રેમની તાકાત એવી હતી કે, પરિવારના લોકોને તેની જિદ સામે નમવું પડ્યું. આખરે 2021માં બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. શિવમ દુબેના લગ્ન હિન્દુ અને મુસ્લિમ રીતિ-રિવાજોથી સંપન્ન થયા. આ કપલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી હતી.

5/6Shivam Dubey marriage

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંજુમ ખાનનો જન્મ 2 સપ્ટેમ્બર, 1986ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો, તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી ફાઈન આર્ટ્સનો અભ્યાસ કર્યો છે, ત્યાર બાદ તેણે એક્ટિંગ અને મોડલિંગના ક્ષેત્રે એન્ટ્રી કરી. તે હિન્દી સીરિયલ્સ અને મ્યૂઝિક આલબમ્સમાં જોવા મળી ચૂકી છે. તે બોલીવુડ ફિલ્મોમાં એક પ્રોફેશનલ વોયસ-ઓવર આર્ટિસ્ટ તરીકે કામ પણ કરે છે. અંજુમ ખાન સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.

6/6Shivam Dubey marriage

શિવમ દુબે અને અંજુમ ખાનને બે બાળકો પણ છે. લગ્નના એક વર્ષ બાદ અંજુમ ખાને પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો. આ કપલના ઘરે દીકરાનું આગમન થયું, જેનું નામ અયાન રાખવામાં આવ્યું. જ્યારે 2025માં જાન્યુઆરીમાં બીજીવાર ઘરમાં કિલકારી ગૂંજી. આ વખતે અંજુમ ખાને દીકરીને જન્મ આપ્યો. દીકરીનું નામ આ કપલે મહવિશ રાખ્યું છે.

Gallery Ads