આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. વિશ્વ ભરમાં યોગ દિવસ ઉજવાઇ રહ્યો છે. અમેરિકા, લંડન સહિત વિદેશોમાં પણઁ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે ભારતમાં આજનો દિવસ યોગને સમર્પિત જ જોવા મળ્યો. સમુદ્ર, નદી કિનારે તથા પહાડોમાં પણ યોગાભ્યાસ કરતા જોવા મળ્યા. રાજકીય દિગ્ગજો હોય કે પછી સેનાના જવાનો. બોલિવૂડ અભિનેતાઓ હોય કે પછી સામાન્ય જનતા. સૌ કોઇએ યોગ કરીને યોગા દિનની ઉજવણી કરી.





