
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 2026 સીઝન માટે આજે મીની-ઓક્શન થવાનું છે. આ મેગા ઇવેન્ટમાં 10 ફ્રેન્ચાઇઝીમાંથી 350 ખેલાડીઓ ભાગ લેશે. દરેક ટીમ પોતાની ખાલી જગ્યાઓ ભરવા માટે કરોડો રૂપિયા સાથે મેદાનમાં ઉતરશે. આ હરાજીમાં ડેવોન કોનવે, કેમેરોન ગ્રીન, લિયામ લિવિંગસ્ટોન અને સરફરાઝ ખાન જેવા ઘણા મોટા નામ આકર્ષણનું કેન્દ્ર બનવાના છે. આઈપીએલની આ હરાજીમાં 1300થી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 350 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ 10 ટીમો પાસે ફક્ત 77 જગ્યાઓ ભરવાની બાકી છે, એટલે કે વધુમાં વધુ 77 ખેલાડીઓ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝન શરૂ થવાની છે. ખેલાડી માટે મીની ઓક્શન આજે બપોરે 2:30 વાગ્યે અબુ ધાબીમાં શરૂ થશે. 10 ટીમો પાસે ₹237.55 કરોડ (આશરે $2.37 બિલિયન) ની રકમ છે. હરાજીમાં 350 ખેલાડીઓ ભાગ લેવાના છે. પરંતુ તેમાંથી ફક્ત 77 ખેલાડીઓની ફ્રેન્ચાઈઝી ખરીદી કરશે. આ 77 ખેલાડીઓમાં ટોચના 5માં આ યુવા ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા છે.

ભારતનો 18 વર્ષીય બેટસમેન આર.એસ. અંબરીશ પણ ઓલરાઉન્ડ ક્રિકેટર છે. આ યુવા ક્રિકેટરે આ વર્ષે ઓક્ટોબરમાં રણજી ટ્રોફી દરમિયાન સિનિયર ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે ડાબોડી બેટ્સમેન છે જે ટોપ અને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે અને મીડિયમ સ્પેસ બોલર પણ છે. આઠ યુવા વનડેમાં ૧૦ વિકેટ લઈ ક્રિકેટ નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું.

ભારતનો 18 વર્ષીય સાહિલ પરીખ એક આક્રમક ડાબોડી ઓપનિંગ બેટ્સમેન છે. સાહિલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની ડેબ્યુ મેચમાં ૧૭૭.૧૯ ના પ્રભાવશાળી સ્ટ્રાઇક રેટથી ૨૦૨ રન બનાવીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. માટે સિનિયર ડેબ્યૂ કર્યું હતું. તેણે આ વર્ષની શરૂઆતમાં મહારાષ્ટ્ર પ્રીમિયર લીગમાં આઠ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું.

18 વર્ષીય બાયંડા માજોલા દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર છે. અંડર-૧૯માં તેનું જબરજસ્ત પરફોર્મન્સ રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા ઇમર્જિંગ પ્લેયર્સ માટે સિનિયર ડેબ્યૂ કર્યું હતું, જેમાં 10 ઓવરમાં 56 રન આપીને 2 વિકેટ લીધી હતી. આગામી વર્ષે યોજાનાર અંડર-૧૯ વર્લ્ડ કપ માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં પણ તેમની પસંદગી કરવામાં આવી છે. તેનું આ પ્રદર્શન જોતા આઈપીએલ ઓકશનમાં તેની ઊંચી બોલી લગાવી શકે છે.

વાહિદુલ્લાહ ઝદરાન (અફઘાનિસ્તાન) - ૧૮ વર્ષ અને ૩૧ દિવસનો આ ખેલાડી આગામી હરાજીમાં સૌથી યુવા ખેલાડી બનશે. વાહિદુલ્લાહ ઝદરાન એક ઓફ સ્પિનર છે અને તેનો પ્રભાવશાળી T20 રેકોર્ડ છે, તેણે ૧૯ મેચોમાં ૨૮ વિકેટ લીધી છે. તેણે યુવા ODIમાં પણ સારું પ્રદર્શન કર્યું છે અને હાલમાં દુબઈમાં અંડર-૧૯ એશિયા કપમાં રમી રહ્યો છે.

ભારતનો વધુ એક યુવા ખેલાડી વિહાન મલ્હોત્રાએ આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડના પ્રવાસમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 18 વર્ષીય વિહાન પંજાબનો રહેવાસી છે અને ડાબોડી ટોપ ઓર્ડર બેટ્સમેન છે. પાંચ યુવા વનડેમાં ૨૪૩ રન બનાવીને શ્રેણીમાં ત્રીજા સૌથી વધુ રન બનાવીને નિષ્ણાતોના ધ્યાનમાં આવ્યો છે. તેના સારા પ્રદર્શનને લઈને દુબઈમાં ચાલી રહેલા અંડર-૧૯ એશિયા કપ માટે તેને ભારતીય ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.