જન્માષ્ટમી તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી, ઉપવાસમાં ટ્રાય કરો આ ફરાળી વાનગી

દેશભરમાં આજે કૃષ્ણ જન્મના તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. કૃષ્ણ મંદિરોમાં આજે લોકો ભક્તિના રંગેરંગાયા છે. જન્માષ્ટમી તહેવાર ખાસ પ્રસંગે ભક્તો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે, ઝાંખીઓ કાઢે છે અને ઉપવાસ કરે છે. જો તમે પણ જન્માષ્ટમી પર ઉપવાસ કરી રહ્યા છો તો આ ખાસ તમારા માટે છે. તમે ઉપવાસમાં કયા ફરાળી ભોજન બનાવવા તેની ટિપ્સ આપીશું. આજના દિવસે તમે આ ફરાળી વાનગી બનાવી ઉપવાસનો આનંદ લઈ શકો છો.

[[$ad]]
[[$googlead]]
  • Follow us on:

ફરાળમાં શું બનાવું ચિંતા દૂર

1/6

દેશભરમાં આજે કૃષ્ણ જન્મના તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. કૃષ્ણ મંદિરોમાં આજે લોકો ભક્તિના રંગેરંગાયા છે. જન્માષ્ટમી તહેવાર ખાસ પ્રસંગે ભક્તો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે, ઝાંખીઓ કાઢે છે અને ઉપવાસ કરે છે. જો તમે પણ જન્માષ્ટમી પર ઉપવાસ કરી રહ્યા છો તો આ ખાસ તમારા માટે છે. તમે ઉપવાસમાં કયા ફરાળી ભોજન બનાવવા તેની ટિપ્સ આપીશું. આજના દિવસે તમે આ ફરાળી વાનગી બનાવી ઉપવાસનો આનંદ લઈ શકો છો.

2/6

સાબુદાણાની ખીચડી એ ઉપવાસ દરમિયાન ખાવામાં આવતી સૌથી પ્રિય વાનગી છે. તે પચવામાં હલકી હોય છે અને ઉર્જા પણ આપે છે. તેને બનાવવા માટે, સાબુદાણાને 3-4 કલાક પલાળી રાખો અને પછી તેને ઘીમાં જીરું, લીલા મરચાં, કઢી પત્તા અને સાબુદાણા ઉમેરીને રાંધો.

3/6

રાજગરા પરાઠા તમે દહી સાથે ખઈ શકો છો. રાજગરાના લોટમાંથી બનતા આ પરાઠા ગ્લુટેન મુક્ત છે અને ઉર્જાથી ભરપૂર પણ છે. તેને બનાવવા માટે, રાજગરાના લોટમાં બાફેલા બટાકા, સિંધવ મીઠું અને લીલા મરચાં મિક્સ કરો, પરાઠા બનાવો અને તેને બેક કરો.

4/6

જન્માષ્ટમી તહેવાર પર સાંજના ફરાળમાં બેસ્ટ વિકલ્પ કહી શકાય ફરાળી ઢોકળા. આ વાનગી બનાવવા એક વાસણમાં મોરૈયો ખાટું દહીં નાખી જરૂરિયાત મુજબ હૂંફાળું પાણી નાખી આ મિશ્રણને 15 મિનિટ સ્ટિમ થવા દો. ઢોકાળા સ્ટિમ થઈ થયા બાદ જીરાં તેલનો વઘાર તેના પર રેડી શકો છો. તૈયાર થઈ ગયા તમારા ફરાળી ઢોકળા.

5/6

મખાના કાજુની ખીર પણ એક સ્વસ્થ વિકલ્પ છે. તેને બનાવવા માટે, દૂધ ઉકાળો અને તેમાં શેકેલા મખાના અને કાજુ ઉમેરીને રાંધો. આ પછી, એલચી પાવડર ઉમેરો અને ગોળ ઉમેરો. ગરમાગરમ પીરસો.

6/6

જે લોકો મીઠું ખાધા વગર ઉપવાસ કરવા માંગતા હોય તેઓ આખો દિવસ ઉર્જાથી ભરપૂર રહેવા કેળા અને ખજૂરનો શેક પી શકે છે. એક મોટો કપ દૂધમાં 1 કેળું અને 4-5 ખજૂર નાખી ઉકાળો અને પછી બ્લેન્ડ કરી લો. આ શેક ઉપવાસમાં સંજીવની ઔષધિ જેવું કામ કરશે. આખો દિવસ ફક્ત 2 ગ્લાસ તેનું સેવન કરશો તો શરીરમાં નબળાઈ રહેશે નહીં.

Gallery Ads