દેશના કાર્યબળમાં ભૂતપૂર્વ સૈનિકોને સામેલ કરીને સશક્ત બનાવવાના સતત પ્રયાસરૂપે, ડિરેક્ટોરેટ જનરલ રિસેટલમેન્ટ (DGR) ના નેજા હેઠળ ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ (MoD) 25 જુલાઈ 2025 ના રોજ ગુજરાતના અમદાવાદ મિલિટરી સ્ટેશનના છત્રપતિ શિવાજી ઓડિટોરિયમ ખાતે ભૂતપૂર્વ સૈનિકો માટે રોજગાર મેળાનું આયોજન કરી રહ્યું છે.






