પીએમ મોદી બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરશે. આ મુલાકાત જે સ્થળે થઇ રહી છે. તે જગ્યા લંડનથી 40 કિમી દૂર છે. આ બ્રિટિશ પીએમનું બીજુ વિશ્રામ સ્થળ ગણવામાં આવે છે.

પીએમ મોદી બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરશે. આ મુલાકાત જે સ્થળે થઇ રહી છે. તે જગ્યા લંડનથી 40 કિમી દૂર છે. આ બ્રિટિશ પીએમનું બીજુ વિશ્રામ સ્થળ ગણવામાં આવે છે.

ચેકર્સને ચેકર્સ કોર્ટના નામથી પણ ઓળખવામાં આવે છે. બકિંઘમશાયરમાં સ્થિત એક 16મી સદીની ઐતિહાસિક હવેલી છે. આ શાંત ગ્રામીણ વિસ્તાર છે. આ હવેલીને વિદેશી નેતાઓ અને મેહમાનોની મુલાકાત, ઔપચારિક બેઠક તથા શિખર સંમેલન માટે આદર્શ માનવામાં આવે છે.

ચેકર્સ 100 વર્ષથી બ્રિટિશ પીએમ માટે વિશ્રામ સ્થાન ગણવામાં આવે છે. ચેકર્સને વર્ષ 1917માં સર આર્થર લીએ ખરીદ્યુ હતુ. અને પછી તેમની પત્નીએ તેને રાષ્ટ્રને દાન કર્યુ હતુ. વર્ષ 1921માં ઔપચારિકરૂપથી પીએમ માટે આ બીજું કાર્ય સ્થળ હતુ.

ચેકર્સમાં ભવ્ય બગીચો, ઐતિહાસિક સજાવટ, પુસ્તકાલય છે. ભોજન કક્ષ, બેઠક કક્ષ અને અન્ય સુવિધાઓ પણ અહીં મળી રહે છે. આ હવેલીનો માહોલ 10 ડાઉનિંગ સ્ટ્રીટ કરતા એકદમ અલગ છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ લંડનમાં પીએમનું ભવ્ય પ્રાથમિક કાર્યાલય અને નિવાસ છે. જ્યાં સરકારી કામકાજ કરવામાં આવે છે.

ચેકર્સ એક 16મી સદીની હવેલી છે. આની સાથે કેટલીક પૌરાણિક કહાનીઓ પણ જોડાયેલી છે. અમુક કર્મચારીઓ અને મહેમાનોએ દાવો કર્યો છે કે, ચેકર્સમાં અવાજો સંભળાય છે. અને હવેલીમાં અન્ય પ્રકારના લોકો હોવાનો અનુભવ થાય છે. પરંતુ આ મામલે કોઇ સત્તાવાર સ્પષ્ટતા થઇ નથી.

પૂર્વ પીએમ જોન મેજર ક્રિકેટના મોટા પ્રશંસક હતા. તેઓએ મહેમાનો, સ્ટાફ અને નેતાઓ માટે ક્રિકેટ પીચ પણ તૈયાર કરાવી હતી. પૂર્વ પીએમે વિદેશી રાજનાયિકને ક્રિકેટ રમવા માટે બોલાવ્યા હતા. પરંતુ તેઓ ક્રિકેટની રમત વિશે અજાણ હતા. પરંતુ હવેલીનું મેદાન જોઇને રાજનાયિક ખુશ થયા હતા. ચેકર્સના મેદાન રમત અને મનોરંજન માટે ઉપયોગી સ્થાન છે.