કેન્સરની બીમારીઓ મામલે નવું રિસર્ચ આવ્યુ સામે, કેમ સુકાઇ જાય છે કેન્સરના દર્દીઓનું શરીર, મોતનો કેટલો ખતરો?

કેન્સર દર્દીઓના વજન ઓછા થવા પાછળ મસ્તિષ્ક અને લિવર વચ્ચેનું કોમ્યુનિકેશન મહત્ત્વનું છે. આ કંડીશનને કૈચેક્સિયા કહેવામાં આવે છે. જેના કારણે મોતનો ખતરો વધી જાય છે.  


[[$ad]]
[[$googlead]]


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

[[$alsoread]]
  • Follow us on:

વજન ઓછું થતા સારવાર મુશ્કેલ

1/6cancer

કેન્સર દર્દીઓના વજન ઓછા થવા પાછળ મસ્તિષ્ક અને લિવર વચ્ચેનું કોમ્યુનિકેશન મહત્ત્વનું છે. આ કંડીશનને કૈચેક્સિયા કહેવામાં આવે છે. જેના કારણે મોતનો ખતરો વધી જાય છે.  


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

2/6cancer

કેન્સર એક ઘાતક બીમારી છે. તેનું નામ સાંભળતા જ લોકોમાં ડર જોવા મળે છે. જેને પણ કેન્સર થાય છે. તેની જીંદગી વધુ પડતી પ્રભાવિત થાય છે. કેન્સરના જે દર્દીઓ હોય છે. તેમનું વજન સતત ઓછું થતું જોવા મળે છે. અને શરીર પણ સુકાતુ જાય છે. હાલમાં કરવામાં આવેલી એક સ્ટડી દરમિયાન સામે આવ્યુ છે કે, વજન ઓછું થવા પાછળ મસ્તિષ્ક અને લિવર વચ્ચેનું કોમ્યુનિકેશન જવાબદાર છે.

3/6cancer

નિષ્ણાંતોના મત મુજબ કેન્સરના કારણે થતી 33 ટકા મોત માટે કૈચેક્સિયા જવાબદાર છે. આ એક મેટાબોલિક સિંડ્રોમ છે. જેના કારણે માંસપેશીઓ અને શરીરમાં ફેટની કમી જોવા મળે છે. જેના કારણે વજન ઓછું થતુ જાય છે. શોધકર્તાઓએ જણાવ્યુ છે કે, જો કેન્સરના દર્દીઓનું વજન ઓછું થઇ જાય તો તેમની સારવારમાં મુશ્કેલીઓ આવી શકે છે. જેના કારણે દર્દીઓના મોત પણ થાય છે.

4/6cancer

ઇઝરાયલના વીઝામેન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ અને અમેરિકાના ટેક્સાસ એમડી એંડરસન કેન્સર સેન્ટરના શોધકર્તાએ જણાવ્યુ છે કે, બ્રેન અને લિવરની વચ્ચે સંપર્ક સાધવા માટે મુખ્ય માર્ગ હોય છે. પરંતુ આ કોમ્યુનિકેશનમાં અવરોધ પેદા થાય તો દર્દીઓનું વજન ઓછું થતુ જાય છે. કેન્સર ઇન્ફેલમેશન વૈગસ નર્વની એક્ટીવિટીને અવરોધે છે.

5/6cancer

સ્ટડી કરનારાઓ માને છે કે, પૈન્ક્રિયાઝ અને લંગ કેન્સરના 85% દર્દીઓમાં કૈચેક્સિયાની કંડિશન જોવા મળે છે. ઉંદર પર કરવામાં આવેલા પ્રયોગ દરમિયાન રાઇટ વૈગસ નર્વને સર્જરી વિના બ્લોક કરીને કૈચેક્સિયાને રોકી શકાય છે. ઉંદરોમાં કિમોથેરાપીની અસર વધી હતી. અને તંદુરસ્તીમાં સુધાર જોવા મળ્યો હતો. આ સારવાર અગાઉ માનવી પર ક્લીનિકલ ટ્રાયલમના તબક્કામાં છે. આ કેન્સરના દર્દીઓ માટે નવો વિકલ્પ આપી શકે છે.

6/6cancer

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ટેક્નોલોજી જલદી જ કેન્સરના દર્દીઓ સુધી પહોંચશે. આ સ્ટડીએ દર્શાવે છે કે, કેન્સરના દર્દીઓને નવા સારવારના વિકલ્પ મળશે. અને આ ઉપરાંત મસ્તિષ્ક અને બ્રેનનું કનેક્શન બીમારીમાં જલદી સુધાર લાવવા માટે મહત્ત્વનું પાસું સાબિત થશે.

Gallery Ads