Happy New Year 2026 : વિશ્વમાં 1 જાન્યુઆરીએ જ કેમ નવું વર્ષ મનાવાય છે, જાણો ઇતિહાસ

1 જાન્યુઆરી હવે દુનિયાભરમાં નવા વર્ષની સત્તાવાર તારીખ બની છે. દુનિયામાં કેમ 1 જાન્યુઆરીના રોજ નવું વર્ષ મનાવાય છે, આવો જાણીએ આ પરંપરાની કયારે શરૂઆત થઈ.

નવા વર્ષનું શાનદાર સ્વાગત

1/7ન્યુ યર સેલિબ્રેશન કેમ કરાય છે

નવું વર્ષ શરૂ થવાને હવે ફકત 1 જ દિવસ બાકી છે. વર્ષ 2026નું સ્વાગત કરવા લોકોમાં ઉત્સાહ છે. દરવર્ષ ડિસેમ્બર મહિનાના અંત અને 1 જાન્યુઆરીના આરંભથી નવા વર્ષની શરૂઆત થાય છે. દુનિયાભરમાં લોકો આ દિવસથી પોતાનું કેલેન્ડર બદલે છે. દુનિયામાં વિવિધ સમુદાય પોતાનું નવા વર્ષ અલગ-અલગ રીતે મનાવતા હોય છે. ચીની લોકો ચંદ્ર ચક્ર અનુસાર નવું વર્ષ ઉજવે છે, જયારે હિન્દુ નવું વર્ષ ઘણીવાર ચૈત્ર પ્રતિપદાથી શરૂ થાય છે, અને ઇસ્લામિક નવું વર્ષ મોહરમથી શરૂ થાય છે. હાલમાં 1 જાન્યુઆરી હવે દુનિયાભરમાં નવા વર્ષની સત્તાવાર તારીખ બની છે. દુનિયામાં કેમ 1 જાન્યુઆરીના રોજ નવું વર્ષ મનાવાય છે, આવો જાણીએ આ પરંપરાની કયારે શરૂઆત થઈ.

2/7હેપી ન્યુ યર

દર વર્ષે, વિશ્વ 1 જાન્યુઆરીએ નવું વર્ષ શરૂ થશે, કેમ દુનિયામાં 1 જાન્યુઆરી જ નવું વર્ષ મનાવાય છે, શું તમને ખબર છે આ પરંપરા ક્યારે શરૂ થઈ.

3/710th month calender

પ્રાચીન રોમમાં સૌથી પહેલા કેલેન્ડરમાં ફક્ત 10 મહિનાનો સમાવેશ થતો હતો. વર્ષ 1 માર્ચથી શરૂ થતું હતું, તહેવારો, લશ્કરી ઝુંબેશ અને નાગરિક ફરજો આ માર્ચ-આધારિત કેલેન્ડર અનુસાર ગોઠવવામાં આવતી હતી.

4/7રોમન ન્યુ યર

લગભગ 700 153 ઇશા પૂર્વમાં, રોમન સમ્રાટ નુમા પોમ્પિલિયસે કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો ઉમેરો કરવામાં આવ્યો. ત્યારપછી 153 ઇશા પૂર્વમાં, રોમન સેનેટે સત્તાવાર રીતે 1 જાન્યુઆરીના રોજ રાજકીય વર્ષની શરૂઆતની સ્થાપના કરાઈ. 45 153 ઇશા પૂર્વમાં, જુલિયસ સીઝરે જુલિયન કેલેન્ડર રજૂ કર્યું, જે કેલેન્ડરને સૌર વર્ષ સાથે જોડતું હતું.

5/7ગ્રેગોરિયન કેલેન્ડર

તેમણે રોમન દેવ જાનુસના માનમાં 1 જાન્યુઆરીને સત્તાવાર રીતે વર્ષનો પ્રથમ દિવસ જાહેર કર્યો. આ સુધારાએ લીપ વર્ષનો ખ્યાલ પણ રજૂ કર્યો. 1582માં, પોપ ગ્રેગરી XIII એ જુલિયન પ્રણાલીમાં ભૂલો સુધારવા માટે ગ્રેગોરિયન કેલેન્ડર રજૂ કર્યું. આ સુધારાએ 1 જાન્યુઆરીને સત્તાવાર નવા વર્ષ તરીકે પુનઃસ્થાપિત કર્યો.

6/7ન્યુ યર સેલિબ્રેશન

કેથોલિક દેશોએ તરત આ સુધારાને અપનાવ્યો. જ્યારે અન્ય દેશોએ ખૂબ પાછળથી અનુસર્યું. બ્રિટને 1752માં, રશિયાએ 1918માં અને ગ્રીસે 1923માં તેને અપનાવ્યું.

7/7Happy News Year

આજે વિશ્વભરમાં ૧ જાન્યુઆરી નવા વર્ષ માટેની સત્તાવાર તારીખ બની ગઈ છે. છતાં ઘણી સંસ્કૃતિઓ પરંપરાગત કેલેન્ડર અનુસાર તેમનું નવું વર્ષ ઉજવે છે.

Gallery Ads