
જ્વાળામુખી ફાટતાની સાથે તેમાંથી નીકળેલ રાખ અને ધુમાડો 14 કિલોમીટરની ઊંચાઈ સુધી ઉંચો જોવા મળ્યો અને આ જ્વાળામુખી ફાટ્યો તેની રાખ દિલ્હી અને પડોશી રાજ્યો સુધી પહોંચી ગઈ.

આફ્રિકન દેશ ઇથોપિયામાં એક વિનાશક જ્વાળામુખી ફાટ્યો અને આ કુદરતી ઘટનાની અસર ભારત સુધી અનુભવાઈ. જ્વાળામુખીમાંથી નીકળેલ રાખ હજારો કિલોમીટર દૂરનું અંતર કાપીને દિલ્હી અને પડોશી રાજ્યો સુધી પહોંચી ગઈ.

ઇથોપિયામાં જ્વાળામુખીમાંથી નીકળેલ રાખ 4,500 કિલોમીટર દૂર પહોંચી ગઈ અને આ વાત અહિયા અટકતી પણ નથી. સપ્રદ વાત એ છે કે, તેની રાખ માત્ર ભારત જ નહીં પરંતુ યમન, ઓમાન અને ઉત્તર પાકિસ્તાન સુધી પહોંચી છે.

એક રિપોર્ટ અનુસાર ઇથોપિયામાં ફાટેલ ગુબ્બી જ્વાળામુખીની હવામાં ઊડેલ રાખનો ઢગલો ગુજરાત સુધી સુધી દેખાઈ રહ્યો છે. જ્વાળામુખી ફાટવાનું બંધ થઈ ગયું છે, પરંતુ તેની રાખ વાતાવરણમાં ઉંચાઈ પર પહોંચીને દેશ વિદેશના સીમાડા સર કરી રહી છે.

રિપોર્ટ અનુસાર જ્વાળામુખીની હવામાં ઊડેલ રાખ ખુબજ ઝડપથી આગળ વધી હતી. આ રાખનો ઢગલો 100 -120 કિમી/કલાકની ઝડપે ઉત્તર ભારત તરફ આગળ વધ્યો અને 25000 થી 45000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યો જેના કારણે જ્વાળામુખીની રાખ 4500 કિલોમીટરની મુસાફરી કરીને દિલ્હીની સરહદ ઓળંગી ગઈ.

જ્વાળામુખીની અંદર એટલેકે પૃથ્વીના પેટાળમાં એટલી બધી ગરમી હોય છે કે કેટલાક ખડકો ધીમે ધીમે ઓગળી જાય છે, જે મેગ્મા નામનો જાડો, વહેતો પદાર્થ બનાવે છે. તે તેની આસપાસના ઘન ખડકો કરતાં હળવો હોય છે અને આ ફાટેલા મેગ્માને લાવા કહેવામાં આવે છે જે બાદમાં રાખ સ્વરૂપે હવામાં વિતરણ કરે છે