ભારતીય રેલ્વેમાં જુલાઈ મહિનાના આરંભ સાથે નવા નિયમો લાગુ થયા છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે વધુ ખાસ છે. જુલાઈ 2025 થી રેલ્વે મુસાફરો માટે ઘણા મોટા ફેરફારો લાગુ થયા છે. રેલ્વેમાં તત્કાલ ટિકિટથી લઈને વેઇટિંગ લિસ્ટ, ભાડા અને રિઝર્વેશન ચાર્ટ સહિતના 5 નવા નિયમો લાગુ થયા છે. રેલ્વે મંત્રાલય દ્વારા ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા આ નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.






