Knowledge: આંગળીની છાપ સિવાય માનવ શરીરના આ ભાગનો પણ દુનિયામાં નથી હોતો કોઈ મેળ

કુદરતે માનવ શરીરની બનાવટ કઈક એવી રીતે કરી છે કે માનવના આંગળીની છાપ અને જીભની પેટર્ન દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે અને તેની લાક્ષણિકતાઓ પણ એકબીજાથી અલગ હોય છે.

દરેક વ્યક્તિ પાસે ખાસ પેટર્ન

1/6દરેક વ્યક્તિ પાસે ખાસ પેટર્ન

માનવ શરીરની ઓળખ કરવા માટે અલગ અલગ અંગોની છાપ મહત્વનો રોલ પ્લે કરી શકે છે. આજના ફોટો લેખમાં આપણે માનવ શરીરની જીભની અનન્ય લાક્ષણિકતા વિશે જાણીશું.


2/6દરેક વ્યક્તિ પાસે ખાસ પેટર્ન

માનવ જીભ ફિંગરપ્રિન્ટની જેમ એક અલગ પેટર્ન ધરાવે છે. જેમ ફિંગરપ્રિન્ટ દરેક વ્યક્તિ માટે અલગ છાપ ધરાવે છે, તેમ માનવ જીભ પણ અલગ છાપ ધરાવે છે. સમાન જોડિયા બાળકો માટે પણ આજ નિયમ લાગુ પડે છે.

3/6દરેક વ્યક્તિ પાસે ખાસ પેટર્ન

દરેક વ્યક્તિની જીભનો આકાર અને સપાટી અલગ હોય છે અને આ ફેરફાર આનુવંશિક લક્ષણો અને પર્યાવરણીય પરિબળો, જેમ કે આહાર અને આરોગ્યની સ્થિતિઓ પર આધાર રાખે છે. આજ કારણથી દરેક માનવની જીભનો આકાર અન્ય કરતા અલગ હોય છે.

4/6દરેક વ્યક્તિ પાસે ખાસ પેટર્ન

મળતી માહિતી મુજબ વૈજ્ઞાનિકો એક એવી બાયોમેટ્રિક સિસ્ટમ વિકસાવી રહ્યા છે જે જીભના 3D સ્કેનનો ઉપયોગ કરીને વ્યક્તિની ઓળખ કરી શકે. મોંની અંદર સચવાયેલી પેટર્ન ફિંગરપ્રિન્ટ અથવા ચહેરાના સ્કેન કરતાં વધુ સુરક્ષિત અને સચોટ માનવામાં આવે છે.

5/6દરેક વ્યક્તિ પાસે ખાસ પેટર્ન

ઘણા એવા પણ કેસ બનેલા છે જેમાં વ્યક્તિના જ્યારે ફિંગરપ્રિન્ટ્સ અથવા ડેન્ટલ રેકોર્ડ ઉપલબ્ધ ન હોય ત્યારે જે તે વ્યક્તિની ઓળખ મેળવવા માટે જીભની છાપનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. જીભની પરિસ્થિતિ અને રંગ વ્યક્તિના મૃત્યુનું કારણ પણ જણાવી શકે છે.

6/6દરેક વ્યક્તિ પાસે ખાસ પેટર્ન

જીભની સપાટી પરના કોષો નિયમિતપણે બદલાતા હોય છે, તેમ છતાં તેની એકંદર પેટર્ન યથાવત રહે છે. જીભનો રંગ, રચના અને ભેજ વ્યક્તિના સ્વાસ્થ્યની સ્થિતિ જાહેર કરી શકે છે. સ્વાસ્થ્ય ને લગતી સમસ્યા કે નાની મોટી બીમારીની જાણકારી જીભ પરથી મેળવી શકાય છે.

Gallery Ads