
ઘણા જંગલી અને પાલતુ જાનવરોનો આંખોની બનાવટ કઈક એ રીતની હોય છે કે એમની આંખો પર જ્યારે કોઈપણ પ્રકારની ફ્લેશલાઇટ પડે છે ત્યારે તેમની આંખો ક્યારેક લાલ, લીલી , વાદળી , પીળી અથવા તો સોનેરી રંગની ચમકતી દેખાતી હોય છે, જે પાછળ એક ખાસ કારણ રહેલું છે.

રાત્રે પ્રાણીઓની આંખોનું ચમકવું એ કોઈ પ્રકારનું જાદુ નથી પરંતુ એક પ્રકૃતિ અને વિજ્ઞાન સાથે જોડાયેલું સત્ય છે. રાત્રે બહાર રહેતા અને સક્રિય રહેતા ઘણા પ્રાણીની આંખો ફ્લેશલાઇટ પડતાં ચમકી ઉઠતી હોય છે. બિલાડી, કૂતરા, હરણ, મગર, સિંહ , વાઘ અને દીપડા જેવા પ્રણોની આંખોમાં રાત્રી દરમિયાન એક અલગ ચમક જોવા મળતી હોય છે.

અમુક પ્રાણીઓની આંખોમાં એક ખાસ પડ હોય છે જેને ટેપેટમ લ્યુસિડમ કહેવાય છે. આ પડનું મુખ્ય કામ પ્રકાશને આંખમાં પાછું પ્રતિબિંબિત કરવાનું છે. એટલા માટે જ્યારે પ્રાણીની આંખો પ્રકાશના સંપર્કમાં આવે છે એટલે આ પડ તે પ્રકાશને પાછું પ્રતિબિંબિત કરે છે.

પ્રાણીઓની આંખોમાં આ પ્રતિબિંબ તેમની આંખોમાં એક ગ્લો તરીકે એટલે કે એક ચમક તરીકે જોઈ શકાય છે. રાત્રે જંગલમાં ઓછો પ્રકાશ હોય છે, એ થોડો પ્રકાશ જ્યારે પ્રાણીઓની આખમાં પ્રવેશ કરે છે ત્યારે પ્રાણીની આંખોમાં રહેલું ટેપેટમ લ્યુસિડમ તે પ્રવેશેલા પ્રકાશને રેટિના પર બે વાર ફેલાવે છે. એક વાર જ્યારે પ્રકાશ પ્રવેશ કરે છે, અને બીજી વાર જ્યારે તે પાછો આવે છે.

પ્રાણીની આંખમાં થતી આ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી તેમને ફાયદો એ થાય છે કે પ્રાણીની આંખોને ઝાંખા પ્રકાશમાં પણ જોવાની ક્ષમતા બમણી થાય છે, જે કારણે ગમે તેવા ગાઢ અંધારાં પ્રાણીઓ એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકતા હોય છે.

ટેપેટમ લ્યુસિડમ નામનું પડ ખાસ કરીને એવા પ્રાણીઓમાં જોવા મળે છે જે પ્રાણીઓ મોટે ભાગે રાની પ્રાણીઓ હોય છે અથવા તો મોટે ભાગે નિશાચર પ્રાણી હોય છે. આ પ્રાણીઓમાં બિલાડી અને કૂતરા જેવા અમુક પાલતુ પ્રાણીઓ પણ આવી જાય છે સને સિંહ , વાઘ, મગર, રીંછ, શિયાળ જેવા જંગલી હિંસક પ્રાણીઓ પણ આ યાદીમાં આવી જાય છે.