વૈજ્ઞાનિકોએ પ્રથમવાર જોયો મૃત્યુને ભેટતો તારો, મોત સમયે લેવામાં આવેલી તસ્વીરે ઉડાવ્યા હોશ

વૈજ્ઞાનિકોએ પ્રથમવખત સુપરનેવા બ્લાસ્ટનો નકશો તૈયાર કર્યો છે.

તારાનું વજન સૂર્યથી વધારે

1/6supernova explosion


ચિલીના VLT ટેલીસ્કોપથી મળેલા ડેટાથી ખુલાસો કરાયો છે કે, આ બ્લાસ્ટ ગોલ નહી જૈતૂન આકરનો હતો. 

2/6supernova explosion

આ તારમાં જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે તેનો પ્રકાશ 22 મિલિયન પ્રકાશ વર્ષ સુધી જાય છે. આ ઘટના વિજ્ઞાનની દુનિયામાં મહત્ત્વની છે. આ બ્લાસ્ટની ઘટનાને સૌ પ્રથમ એટલસ સિસ્ટમે પકડ્યુ હતુ. ચિલીમાં સ્થિત વેરી લાર્જ ટેલીસ્કોપને એ તારા તરફ ફરાવવામાં આવ્યો. ત્યારે તે ખૂબ મહત્ત્વપૂર્ણ હતુ. જો વૈજ્ઞાનિક એક દિવસ પણ મોડુ કરત તો આ ઘટના જોવા મળી ન હોત.

3/6supernova explosion

એક વિશાળ તારો પોતાની જીંદગીમાં સંઘર્ષ કરે છે. તેની અંદર બે તાકાત કામ કરે છે. એક ગુરુત્વાકર્ષણ બળ અને બીજી પરમાણુ ફ્યૂઝનની તાકાત જે તેને બહાર ધકેલે છે. જ્યાં સુધી સંતુલન હોય છે ત્યાં સુધી તારા ગોળ રહે છે. પરંતુ જ્યારે ફ્યૂઝનનું ઇંધણ ખત્મ થઇ જાય છે ત્યારે સંતુલન બગડી જાય છે. ગુરુત્વાકર્ષણ જીતી જાય છે. અને તારો પોતાના વજનના કારણે ઢળી પડે છે.

4/6supernova explosion

વૈજ્ઞાનિકોએ આ રહસ્યને ખોલવા માટે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તેને સ્પેક્ટ્રોપોલરિમેટ્રી કહે છે. આ પ્રકાશના તરંગોની દિશાને માપે છે. વીએલટીના FORS2 ઇન્ટ્રમેન્ટે જે ડેટા આપ્યો તે હેરાન કરનાર હતો. બ્લાસટ દરમિયાન દરેક ખૂણામાં એક સરખો પ્રકાશ પડતો નથી. તેનો આકાર જૈતૂન જેવો હતો.

5/6supernova explosion

તપાસ કર્યા બાદ માલૂમ પડ્યુ હતુ કે, તારાની પ્રક્રિયા ચાલતી હતી. અને તેને એક ખાસ દિશામાં ફૂટવા માટે પ્રેરિત કરી રહ્યુ હતુ. શોધ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, મોટા તારાઓની મોત કોઇ સાધારણ મોત નથી.

6/6supernova explosion

આ સ્ટડી 'સાયન્સ એડવાન્સેજ' જર્નલમાં છપાઇ છે. આ શોધના સુપરનોવા મામલે કેટલાક પુરવા મોડલ્સને ફગાવી દિધી છે. હવે વૈજ્ઞાનિકોએ પોતાની થિયરી બદલવી જોઇએ. આ રિસર્ચ સમજવા માટે મદદ કરશે કે, બ્રહ્માંડમાં ભારે તત્વોનું નિર્માણ કેવી રીતે થાય છે. જ્યારે આવા પ્રકારના તારાઓ ફાટે છે ત્યારે જ લોખંડ અને કેલ્શિયમ જેવા તત્વો બને છે.

Gallery Ads