
રસ્ક બનાવવા માટે લોટ અને રિફાઇન્ડ તેલનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે.

ભારતીય ઘરોમાં, લોકો ઘણીવાર સવાર-સાંજ ચા સાથે રસ્કનો આનંદ માણે છે. આ હળવા અને ક્રિસ્પી નાસ્તા સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ તેની બનાવટ બીમારીને નોતરે છે. ફેક્ટરીઓમાં તેની બનાવટમાં સ્વચ્છતા ન હોવાનું સામે આવ્યુ છે.

એક ગૂંથણ મશીનમાં મોટી માત્રામાં લોટ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ રિફાઇન્ડ તેલનો એક ટીનનો ઉપયોગ કરાય છે. પછી કણકને ગૂંથવામાં આવે છે અને હાથથી અલગ ભાગોમાં વહેંચવામાં આવે છે. ફરીથી તેલ લગાવાય છે પછી રોલમાં ફેરવાય છે બાદમાં બ્રેડ બનાવાઇ બેક કરાય છે. રસ્કને રોલ આઉટ કરાય છે. રસ્ક આકારમાં કપાય છે અને ફરીથી બેક કરવામાં આવે છે.

પેકેજ્ડ રસ્ક સામાન્ય રીતે રિફાઇન્ડ લોટમાંથી બનાવાય છે. જેમાં ફાઇબર ખૂબ ઓછું હોય છે. વધુમાં, રિફાઇન્ડ તેલ, ખાંડ અને ક્યારેક વધારાના ફ્લેવરિંગ એજન્ટ પણ ઉમેરવામાં આવે છે. પ્રિઝર્વેટિવ્સ અને રિફાઇન્ડ તેલ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

રિફાઇન્ડ તેલ પ્રક્રિયા દરમિયાન ઉચ્ચ તાપમાન અને રસાયણોમાંથી પસાર થાય છે. જે તેના કેટલાક કુદરતી પોષક તત્વોને ઘટાડી શકે છે. તળેલા ખોરાક સાથે તેનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ અને હૃદયની સમસ્યાઓનું જોખમ પણ વધી શકે છે.

નિષ્ણાતો કહે છે કે રિફાઇન્ડ તેલ ધરાવતા ખોરાકનો લાંબા ગાળાનો વપરાશ બળતરા વધારી શકે છે અને ચયાપચયને અસર કરી શકે છે. તેથી, તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. રોજ રસ્ક ખાવાથી વજન વધી શકે છે. રસ્ક ખાવાથી ભૂખ ઝડપથી લાગે છે, જેના કારણે વધુ પડતું ખાવાનું શરૂ થાય છે. તેનાથી બ્લડ સુગરમાં ઝડપથી વધારો અને પાચન સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી, તેનું સેવન ઓછું અથવા ક્યારેક ક્યારેક કરવું શ્રેષ્ઠ છે.