તમે ઘણીવાર જોયું હશે કે ભારતની બધી નદીઓને સ્ત્રીલિંગ નામ આપવામાં આવ્યા છે. પરંતુ એક નદી છે જેને પુરુષ નદી કહેવામાં આવે છે. આ નદીનું નામ બ્રહ્મપુત્ર નદી છે. તે માત્ર ભારતની જ નહીં પરંતુ એશિયાની સૌથી લાંબી નદીઓમાંની એક છે. આ નદીને પિતા તરીકે ઓળખવવામાં આવે છે. તેમજ આ નદી તેની વિશાળતા અને ધાર્મિક મહત્વને કારણે ખૂબ જ પ્રખ્યાત છે.






