
અમદાવાદમાં નવરાત્રિ તહેવારની તૈયારી પૂરજોશમાં છે. સોસાયટીઓ અને પાર્ટીપ્લોટમાં સફાઈની સાથે રોશનીથી સ્ટેજ અને મંડપને સુશોભિત કરાઈ રહ્યા છે. ખેલૈયાઓ પણ નવરાત્રિ તહેવારમાં ગરબે ઝૂમવા તલપાપડ બન્યા છે. નવરાત્રિના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે શહેરના લોકપ્રિય સ્થાન એવા લો ગાર્ડનમાં રાસ માટે દાંડિયા, ચણિયા ચોળી, દુપટ્ટા, પરંપરાગત મોજડી અન્ય એસેસરીઝ ખરીદવા લોકો પહોંચ્યા છે. લો ગાર્ડનમાં અત્યારે વાહનને જવા માટે રસ્તો નથી. નવરાત્રિની ખરીદી કરવા હૈયહૈયું દળાય તેવી ભીડ ઉમટી છે.

નવરાત્રિમાં કચ્છી ભરતગૂંથણ કરેલા પોશાક હંમેશા ટ્રેન્ડમાં હોય છે, યુવતીઓ 9 દિવસમાંથી એક દિવસ જરૂર ભરતકામ કરેલ ચણિયા ચોળી પહેરે છે

લો ગાડર્નમાં અત્યારે નવરાત્રિ તહેવારની રોનક જોવા મળી, આખા રોડ પરની તમામ દુકાનોમાં ચણિયા ચોળી, કે દુપટ્ટાની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા છે.

નવરાત્રિમાં દાંડિયા રાસની જેમ છત્રી હાથમાં લઈને પણ રસિયાઓ ગરબાની તાલે ઝૂમે છે, લો ગાર્ડનમાં અત્યારે રંગબેરંગી છત્રીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

યુવતીઓની સુંદરતા અને દેખાવમાં વધારો કરે છે આ સિલ્વર એસેસરીઝ, ભારે બુટ્ટીના લટકણ, મોટા-મોટા હાર અને હાથમાં કડાં વગર નવરાત્રિનો શણગાર અધૂરો લાગે છે.

લો ગાર્ડનમાં ટ્રેડિશનલ ચણિયા ચોળીથી લઈને સ્ટાઈલશ પોશાક પણ ટ્રેન્ડીંગમાં છે, કેટલાક પાર્ટી પ્લોટમાં ચોક્કસ પ્રકારના પોશાક જ પહેરાય છે, યુવતીઓ દુકાનદારો સાથે ભાવતાલ કરી આખરે મનપસંદ પોશાક જરૂર લે છે.