દરરોજ 20 મિનિટ સાયકલ ચલાવી આ ગંભીર બીમારીઓને દૂર રાખી શકશો, સ્વસ્થ રહેવા આટલું કરો

રોજ માત્ર ૨૦ મિનિટ સાયકલ ચલાવવાથી તમે હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી બચી શકો છો. જાણો સાયકલિંગના આ અદ્ભુત સ્વાસ્થ્ય લાભો વિશે જાણો.

વિશ્વ સાયકલ દિવસની ઉજવણી

1/8સાયકલ દિવસ પર સ્વાસ્થ્ય સુરક્ષિત

આજના ભાગદોડ ભર્યા જીવનના કારણે લોકોમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે. રોજિંદા જીવનની એક સામાન્ય આદત તમને ડોક્ટરના ચક્કર અને મોટા સ્વાસ્થ્ય જોખમથી બચાવશે. દરરોજ નિયમિતપણે ૨૦ થી ૩૦ મિનિટ સાયકલ ચલાવવી એ સ્વાસ્થ્ય માટે એક વરદાન સમાન છે. સાયકલિંગ એ એક ઉત્તમ કાર્ડિયો કસરત છે, જે શરીરના તમામ અંગોને સક્રિય રાખે છે. રોજ માત્ર ૨૦ મિનિટ સાયકલ ચલાવવાથી તમે આ ગંભીર બીમારીઓથી દૂર રહી શકો છો

2/8સાયકલ ચલાવો હેલ્થ સુરક્ષિત રાખો

બાળકો પર અભ્યાસનું પ્રેશર, યુવાનો પર કારર્કિદી અને નોકરી કરતા લોકોમાં પ્રમોશન, તો મહિલાઓમાં કારર્કિદી અને પરિવાર વચ્ચે સંતુલન. આ જ કારણોસર લોકોમાં માનસિક તણાવ વધ્યો છે જે ગંભીર બીમારીનું પણ કારણ બને છે. પરંતુ આ બધાથી બચવા ફકત એક સામાન્ય આદત તમને હેલ્ધી લાઈફ આપશે. બાળકોથી લઈને મોટાલોકોએ સ્વસ્થ રહેવા દરરોજ સાયકલ ચલાવવી જોઈએ. જાણો ફક્ત 20 મિનિટ સાયકલ ચલાવી તમે કઇ ગંભીર બીમારીઓને દૂર રાખી શકો છો.

3/8સાંધામાં રાહત

ઘણા લોકોને લાગે છે કે સાયકલ ચલાવવાથી ઘૂંટણ પર દબાણ આવે છે, પરંતુ વાસ્તવમાં તે એક લો-ઈમ્પેક્ટ (ઓછી અસરવાળી) કસરત છે. સાયકલિંગથી ઘૂંટણ અને પગના સાંધાઓનું હલનચલન સુધરે છે, જેથી સાંધાની લવચીકતા (Flexibility) વધે છે. તે પગ અને જાંઘના સ્નાયુઓને મજબૂત કરીને ભવિષ્યમાં થનારા આર્થરાઈટિસ (ગઠિયા) અને સાંધાના દુખાવાના જોખમને ઘટાડે છે.

4/8હાર્ટએટેકનું જોખમ ઘટશે

સાયકલ ચલાવવાથી હૃદયના ધબકારા વધે છે, જે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે. તે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન (રક્ત પરિભ્રમણ) સુધારે છે અને હાનિકારક કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. આનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર હૃદયની બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

5/8સાયકલ દિવસ

શારીરિક પ્રવૃત્તિનો અભાવ એ ડાયાબિટીસ થવાનું એક મુખ્ય કારણ છે. જ્યારે તમે રોજ સાયકલ ચલાવો છો, ત્યારે સ્નાયુઓની કોશિકાઓ લોહીમાંથી ગ્લુકોઝનો ઉપયોગ ઉર્જા માટે કરવા લાગે છે. આનાથી શરીરમાં બ્લડ સુગરનું સ્તર નિયંત્રિત રહે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે, જે ડાયાબિટીસથી બચાવે છે.

6/8ઓબેસીટી

બેઠાડુ જીવનશૈલીના કારણે વધતું વજન અને સ્થૂળતા ઘણી નવી બીમારીઓને આમંત્રણ આપે છે. રોજ ૨૦ મિનિટ મધ્યમ ગતિએ સાયકલ ચલાવવાથી પણ અંદાજે ૧૫૦ થી ૨૫૦ કેલરી બર્ન થાય છે. આ પ્રક્રિયા તમારા મેટાબોલિઝમ (ચયાપચય) ને વેગ આપે છે, જેનાથી શરીર પર જમા થયેલી જીદ્દી ચરબી ઓગળે છે અને વજન નિયંત્રણમાં રહે છે.

7/8માનસિક તણાવ

સાયકલિંગ માત્ર શારીરિક જ નહીં, પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ અદ્ભુત છે. સાયકલ ચલાવતી વખતે મગજમાંથી એન્ડોર્ફિન અને સેરોટોનિન જેવા 'ફીલ-ગુડ' હોર્મોન્સ મુક્ત થાય છે. આ હોર્મોન્સ કુદરતી મૂડ બૂસ્ટર તરીકે કામ કરે છે, જે આખો દિવસ માનસિક તણાવ, ચિંતા (Anxiety) અને ડિપ્રેશન જેવી સમસ્યાઓને તમારાથી દૂર રાખે છે.

8/8વિશ્વ સાયકલ દિવસ પર સાયકલ ઓન સન ડે સૂત્ર

આજે 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની દુનિયાભરમાં ઉજવણી થઈ રહી છે. સાયકલ ચલાવવાથી ફકત સ્વાસ્થ્ય લાભ જ નહીં પરંતુ ઇંધણની પણ બચત કરી શકાય છે. આમ, સાયકલ ચલાવવાની આદત સ્વાસ્થ્ય સાથે પર્યાવરણને પણ સુરક્ષિત રાખશે.

Gallery Ads