Diwali 2025 : દિવાળી તહેવારમાં ઘરમાં ખાસ છોડ લગાવો, આર્થિક તંગી દૂર થશે દેવી લક્ષ્મીના આર્શીવાદ મળશે

દિવાળીને તહેવારનો મોટો ગુલદસ્તો પણ કહેવાય છે. આ વર્ષે 20 ઓક્ટોબરના રોજ દિવાળી તહેવાર આવે છે. આ પહેલા ઘરમાં કેટલાક ખાસ છોડ લગાવવાથી પણ દેવી લક્ષ્મીના આર્શીવાદ મળશે.

દિવાળી પ્રકાશ અને સમૃદ્ધિનો તહેવાર

1/7ઘરમાં છોડ લગાવો વધશે સમૃદ્ધિ

દિવાળી એ ખુશી, પ્રકાશ અને સમૃદ્ધિનો તહેવાર છે. દિવાળીને તહેવારનો મોટો ગુલદસ્તો પણ કહેવાય છે. દિવાળીના દિવસોમાં ઘરની સમૃદ્ધિ વધારવા લોકો અનેક ઉપાય કરે છે. માતા લક્ષ્મીનું પૂજન ઉપરાંત તમે ઘરમાં ખાસ પ્રકારના છોડ પણ લગાવી શકો છો. આ વર્ષે 20 ઓક્ટોબરના રોજ દિવાળી તહેવાર આવે છે. આ પહેલા ઘરમાં કેટલાક ખાસ છોડ લગાવવાથી પણ દેવી લક્ષ્મીના આર્શીવાદ મળશે.

2/7ઘરમાં છોડ લગાવો વધશે સમૃદ્ધિ

સ્નેક પ્લાન્ટ સંપત્તિ આકર્ષે છે અને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિને પ્રોત્સાહન આપે છે. તે ઘરમાં શાંતિ અને સંતુલન જાળવી રાખે છે. આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે. તેને મુખ્ય પ્રવેશદ્વાર પાસે મૂકવો જોઈએ.

3/7ઘરમાં છોડ લગાવો વધશે સમૃદ્ધિ

સફેદ પલાશ ખૂબ જ ફાયદાકારક છે. તે બીમારીથી રાહત આપે છે તેવું માનવામાં આવે છે. તેને દેવી લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેને ઘરમાં અથવા પૂજા સ્થાન પર લગાવવાથી સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે.

4/7ઘરમાં છોડ લગાવો વધશે સમૃદ્ધિ

શંખપુષ્પી છોડમાં ઔષધીય ગુણધર્મો છે. જેના કારણે દિવાળી સમયમાં છોડ લગાવવાનું અત્યંત ફાયદાકારક છે. તે માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે.

5/7ઘરમાં છોડ લગાવો વધશે સમૃદ્ધિ

દિવાળીના દિવસે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી સૌભાગ્ય અને સંપત્તિ મળે છે અને આર્થિક વૃદ્ધિ પણ થાય છે. ઘરમાં પૈસાની અસ્થિરતા રહેતી હોય તો ખાસ આ છોડ લગાવો. પૈસાનો પ્રવાહ જળવાઈ રહેશે નકારાત્મક ઉર્જા પણ દૂર કરશે.

6/7ઘરમાં છોડ લગાવો વધશે સમૃદ્ધિ

હિંદુ શાસ્ત્રમાં તુલસીને સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે. કહેવાય છે આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ છે. દરેક ઘરમાં આ છોડ હોય છે.તુલસીના છોડને પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવાથી આર્થિક સમૃદ્ધિ થાય છે.

7/7ઘરમાં છોડ લગાવો વધશે સમૃદ્ધિ

ક્રેસુલા છોડ મની આકર્ષણ કરનાર છોડ કહેવાય છે. આ છોડ સરળતાથી ઉગે છે અને તેને થોડી કાળજીની જરૂર પડે છે. તેના જાડા લીલા પાંદડા સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

Gallery Ads