Lifestyle: ભૂલથી પણ આ કાચા શાકભાજી ના ખાવા, સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન

ઘણા લોકો ફીટ રહેવા માટે કાચા શાકભાજીને સલાડ કરીતે ખાતા હોય છે પણ શું તમે જાણો છો કે કાચા શાકભાજીનું સેવન કરવું હેલ્થ માટે કેટલું નુકસાનકારક છે? જાણો કયા કયા શાકભાજી કાચા ના ખાવા જોઈએ.


[[$ad]]
[[$googlead]]


[[$alsoread]]
  • Follow us on:

જાણો કયા કયા શાકભાજી છે

1/9lifestyle

ઘણા લોકો ફીટ રહેવા માટે કાચા શાકભાજીને સલાડ કરીતે ખાતા હોય છે પણ શું તમે જાણો છો કે કાચા શાકભાજીનું સેવન કરવું હેલ્થ માટે કેટલું નુકસાનકારક છે? જાણો કયા કયા શાકભાજી કાચા ના ખાવા જોઈએ.


2/9

બટન મશરૂમ જેવા મશરૂમને કાચા ના ખાવા જોઈએ. ઘણા મશરૂમ વાઈલ્ડ હોઈ શકે છે, તેમાં ટોક્સિન હોય છે. જે ઓર્ગને ડેમેજ કરે છે અને ઉલ્ટીનું કારણ બની શકે છે. એવામાં મશરૂમને સારી રીતે પકાવીને ખાવા જોઈએ.

3/9

પોઈઝન આઈવી, ઉરૂશીઓલમાં પોઈઝન તત્વો કાચા કાજૂમાં પણ હોય છે. કાચા કાજૂ ખાવાથી શરીરમાં ગંભીર એલર્જીક રિએક્શન થાય છે, અને સ્કિન પર ડાઘા પડે છે. આવામાં કાજૂને રોસ્ટ કરીને ખાવા જોઈએ.

4/9

સોલનિન એક ઝેરી પદાર્થ છે, જે કાચા બટાકામાં મળે છે. બટાકાને જો સરખી રીતે પકાવવામાં આવે તો તે ઝેરી પદાર્થ પૂરી રીતે નષ્ટ થઈ જાય છે. ખાવા માટે સુરક્ષિત બની જાય છે.

5/9

નિષ્ણાતોના મતે, કાચા બિન્સમાં લેક્ટિન્સ હોય છે. જે એક પ્રોટીન હોય છે. તે શરીરમાં ભળીને પેટ માટે ગંભીર સમસ્યાઓ પેદા કરી શકે છે. જો તેને સરખી રીતે પકાવવામાં આવે તો તે ખાવા માટે સુરક્ષિત છે. તમે તેને બાફીને પણ ખાઈ શકો છો.

6/9

દૂધીનો ઉપયોગ સામાન્ય રીતે સૂપમાં કરવામાં આવે છે. પરંતુ તેને કાચી ખાવાથી પાચન સ્વાસ્થ્ય બગડે છે. તેને પકાવીને જ ખાવી જોઈએ.

7/9

કોબીજનો ઉપયોગ સલાડમાં કે બીજી ઘણી વાનગીઓમાં થાય છે. જો કે ઘણી વખત તેમાં ઈયળો આવી જાય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેને ગરમ પાણીમાં મીઠું નાખીને થોડી ઉકાળીને ખાવી જોઈએ.

8/9

કાચું રીંગણ કડવું હોય છે. તેમજ તેમાં સોલિનિન હોય છે, જેનું લગાતાર સેવન કરવાથી ન્યૂરોલાજિક્લ અને ગૈસ્ટ્રોઈંટેસ્ટાઈનલ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેનાથી માથામાં દુખાવો, પેટમાં દુખાવો અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

9/9

ફુલાવરમાં ઘણા કીડા હોય છે. તેને ખાધા પહેલા સરખી રીતે પકાવવું જરૂરી છે. અથવા તેને ઉકાળી પણ શકો છો. જેનાથી પાચન સરળ બને છે અને કોઈ તકલીફ થતી નથી.

Gallery Ads