Makar Sankranti 2026: સેલિબ્રિટીની ઉત્તરાયણ, ઉર્વશી રાદડિયા અને અરવિંદ વેગડાની મોજ, જુઓ Photos

Makar Sankranti 2026: ગુજરાતી સેલિબ્રિટીઝ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉર્વશી રાદડિયા, અરવિંદ વેગડા અને દેવપગલીએ ટેરેસ પર પતંગ ચગાવ્યા હતા

સેલિબ્રિટીની મકર સંક્રાંતિની ઉજવણી

1/7Makar Sankranti 2026: Celebs Uttarayan: Urvashi Radadiya & Arvind Vegda Celebrate

લોકગાયક ઉર્વશી રાદડિયાએ પતંગ ચગાવી 'એ કાઈપો છે'ના નાદ સાથે આભ ગજવ્યું હતું. સિંગર અરવિંદ વેગડાએ પરિવાર સાથે ગુજરાતી ગીતોના તાલે ધાબા પર ડાન્સ કરી અનોખું માહોલ ઉભો કરીને ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. તો ગાયક દેવપગલી અને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સુર અને હાસ્યની હેલી વચ્ચે પતંગબાજીની મજા માણી હતી.


2/7Makar Sankranti 2026: Celebs Uttarayan: Urvashi Radadiya & Arvind Vegda Celebrate

અરવિંદ વેગડાની 'ભાઈ-ભાઈ' સ્ટાઈલમાં મોજ - સિંગર અરવિંદ વેગડાએ પોતાના પરિવાર સાથે ટેરેસ પર ઉત્તરાયણની મજા માણી રહ્યા છે.

3/7Makar Sankranti 2026: Celebs Uttarayan: Urvashi Radadiya & Arvind Vegda Celebrate

હાસ્ય અને સંગીતના સંગમ સાથે હકાભા ગઢવીએ અમદાવાદના ધાબા પર ઉત્તરાયણનો રંગ જમાવ્યો હતો.

4/7Makar Sankranti 2026: Celebs Uttarayan: Urvashi Radadiya & Arvind Vegda Celebrate

હકાભા ગઢવીની હાસ્ય સાથે હેલી હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પતંગબાજીની સાથે પોતાના સૂરો રેલાવીને આસપાસના લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

5/7Makar Sankranti 2026: Celebs Uttarayan: Urvashi Radadiya & Arvind Vegda Celebrate

પતંગ રસિકોની સાથે મળીને અરવિંદ વેગડાએ ગુજરાતી ગીતોના સૂર રેલાવ્યા હતા. પતંગના સ્પેશિયલ ગીતો પર ડાન્સ કરીને તેમણે ઉત્તરાયણના પર્વને યાદગાર બનાવ્યો હતો.

6/7Makar Sankranti 2026: Celebs Uttarayan: Urvashi Radadiya & Arvind Vegda Celebrate

દેવપગલીના અંદાજમાં પતંગબાજી લોકપ્રિય ગાયક દેવપગલી પણ પતંગના પેચ લડાવવામાં પાછળ રહ્યા નથી. પોતાના અનોખા અંદાજમાં પતંગ ચગાવીને તેમણે ટેરેસ પર ગીતોના સૂર સાથે ઉતરાયણની મોજ માણી હતી. ફેન્સ માટે તેમનો આ અંદાજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

7/7Makar Sankranti 2026: Celebs Uttarayan: Urvashi Radadiya & Arvind Vegda Celebrate

લોકગાયક ઉર્વશી રાદડિયાનો ઉત્સાહ - લોકગાયક ઉર્વશી રાદડિયાએ ઉત્તરાયણના પર્વની ભારે ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. પતંગ હાથમાં લેતા જ તેઓ પણ પતંગબાજીના રંગમાં રંગાઈ ગયા હતા. આકાશમાં પતંગ ચગાવીને તેમણે 'એ કાઇપો છે...' અને 'લપેટ-લપેટ'ની બૂમો પાડી વાતાવરણ ગજવી દીધું હતું.

Gallery Ads