
રાજ્યભરમાં આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ પતંગ ચગાવી તહેવારની ઉજવણી કરી છે. આ સાથે જ તેમની સાથે MLA રીટાબેન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા.

રાજ્યભરમાં આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ પતંગ ચગાવી તહેવારની ઉજવણી કરી છે. આ સાથે જ તેમની સાથે MLA રીટાબેન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા.

ત્યારે DyCM હર્ષ સંઘવીએ પણ સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરી છે. પરિવાર સાથે હર્ષ સંઘવીએ ઉત્તરાયણની ઉજવણી કરી છે. પોતાની પુત્રી માટે હર્ષ સંઘવીએ જાતે પતંગની કિન્યા બાંધી અને હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે.

જણાવી દઈએ કે ઉતરાયણના પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માદરે વતન ગુજરાતમાં આવ્યા છે અને અમદાવાદના નારણપુરામાં સ્થાનિક નાગરિકો અને કાર્યકરો સાથે પતંગની મજા માણી છે.

મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરમાં સ્થાનિકો સાથે ઉત્તરાયણની ઉત્સાહભરી ઉજવણી કરી છે. વિસનગરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પોતાના નિવાસસ્થાને તેમજ ભાજપના કાર્યકરોના ઘરે જઈ ઉત્સાહપૂર્વક પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે પણ પરિવાર સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી છે. તેમને કહ્યું કે CM-પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં આગળ વધીશું, ભાજપનો પતંગ હજુ ઊંચો જશે, કોંગ્રેસનો પતંગ ચગતો જ નથી. કોંગ્રેસ માત્ર ચૂંટણી હોય ત્યારે જ આવે છે. અમે કાયમ માટે લોકો સાથે રહીએ છીએ.

રાજ્યકક્ષાના મહેસુલ મંત્રી સંજયસિંહ મહિડાએ પણ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે. તેમને આ દરમિયાન સૌ લોકોને ઉત્તરાયણની શુભકામના પાઠવી.