Ahmedabad News: નળ સરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી

વન વિભાગ દ્વારા પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવે છે.

વન વિભાગની સરાહનીય પહેલ

1/6Ahmedabad News Nal Sarovar Bird Census 2026 completed, more than 6.42 lakh birds of 270 species registered (1)

અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે 6,42,232 પક્ષીઓની હાજરી નોંધાઈ છે, જે 270 જેટલી વિવિધ પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે.


2/6Ahmedabad News Nal Sarovar Bird Census 2026 completed, more than 6.42 lakh birds of 270 species registered (6)

આ ગણતરી પ્રક્રિયાને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા માટે સમગ્ર અભયારણ્યને 50 સર્વે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. દરેક ઝોન માટે એક સમર્પિત ટીમની નિમણૂક કરવામાં આવી હતી, જેમણે સાંજ અને સવાર એમ બે તબક્કામાં વ્યવસ્થિત ગણતરી હાથ ધરી હતી.

3/6Ahmedabad News Nal Sarovar Bird Census 2026 completed, more than 6.42 lakh birds of 270 species registered (5)

માહિતીના સંકલનમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે અનુભવી ગણતરીકારોની દેખરેખ હેઠળ ડેટાની ચકાસણી કરવામાં આવી હતી અને નકલ (duplication) દૂર કરવાની કડક પ્રક્રિયા બાદ જ અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.

4/6Ahmedabad News Nal Sarovar Bird Census 2026 completed, more than 6.42 lakh birds of 270 species registered (4)

આ અભ્યાસમાં કુલ 220 પક્ષીવિદો અને ઉત્સાહીઓએ ભાગ લીધો હતો. આ ટીમમાં 35 વિદ્યાર્થીઓ, 61 પક્ષી નિરીક્ષકો અને ફોટોગ્રાફી નિષ્ણાતો, ગુજરાત બહારથી આવેલા 13 નિષ્ણાતો તેમજ વન વિભાગ તથા અન્ય વિભાગોના 12 કર્મચારીઓ સામેલ હતા. ખાસ કરીને સ્થાનિક 99 બોટમેન અને માર્ગદર્શકોએ આ પ્રક્રિયામાં પાયાની ભૂમિકા ભજવી હતી.

5/6Ahmedabad News Nal Sarovar Bird Census 2026 completed, more than 6.42 lakh birds of 270 species registered (3)

વન વિભાગ દ્વારા તમામ સહભાગીઓ માટે નિવાસ, ભોજન અને સેન્સસ કિટ્સની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, અને તેમના અમૂલ્ય યોગદાન બદલ સહભાગિતાના પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

6/6Ahmedabad News Nal Sarovar Bird Census 2026 completed, more than 6.42 lakh birds of 270 species registered (2)

માહિતી સંગ્રહની ચોકસાઈ જળવાય અને વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી ગણતરીના બે દિવસ દરમિયાન અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું, જેની અગાઉથી મીડિયા દ્વારા જાણ કરવામાં આવી હતી. આ દ્વિ-વાર્ષિક અભ્યાસ નળસરોવરની એક મહત્વપૂર્ણ જળપ્લાવિત પરિસ્થિતિતંત્ર તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે અને પ્રવાસી પક્ષીઓના વૈજ્ઞાનિક નિરીક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.

Gallery Ads