Surat News: ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું, જુઓ Photos

Surat News: સુરતમાં 673 કરોડના વિકાસકામોનું લોકાર્પણ. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ડુમસ સી-ફેસ પ્રોજેક્ટ જનતા માટે ખુલ્લો મૂક્યો છે.

ડુમસ સી-ફેસ પ્રોજેક્ટનું લોકાર્પણ

1/6Surat News C.R. Patil Inaugurates Dumas Sea-Face Development Project

સુરતવાસીઓનું માનીતું પિકનિક સ્પોટ હવે આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રવાસન ધામ તરીકે ઉભરી આવ્યું છે. આજે સુરતના પ્રખ્યાત ડુમસ બીચ ખાતે તૈયાર કરવામાં આવેલા 'ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' ના ફેઝ-1 નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરને કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ મળી છે.


2/6Surat News C.R. Patil Inaugurates Dumas Sea-Face Development Project (6)

આ કાર્યક્રમ માત્ર ડુમસ બીચ પુરતો મર્યાદિત ન રહ્યો. સી.આર.પાટીલના હસ્તે કુલ રૂ. 673.12 કરોડ ના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ભવિષ્યના વિકાસ માટે રૂ. 247.80 કરોડ ના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.

3/6Surat News C.R. Patil Inaugurates Dumas Sea-Face Development Project (2)

અગાઉ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવનાર હતું, પરંતુ કાર્યક્રમમાં અચાનક ફેરફાર થતા આ જવાબદારી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલને સોંપવામાં આવી હતી. તેમના હસ્તે આ પ્રોજેક્ટ જનતા માટે ખુલ્લો મૂકાયો હતો.

4/6Surat News C.R. Patil Inaugurates Dumas Sea-Face Development Project (3)

આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

5/6Surat News C.R. Patil Inaugurates Dumas Sea-Face Development Project (4)

આ પ્રોજેક્ટથી સુરતના પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળશે અને સ્થાનિક રોજગારીની તકો પણ ઊભી થશે.

6/6Surat News C.R. Patil Inaugurates Dumas Sea-Face Development Project (5)

Gallery Ads