બનાસકાંઠામાં મેઘરાજા મહેરબાન થયા છે. બનાસકાંઠામાં આજે 7 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા. ધોધમાર વરસાદને પગલે સ્થાનિકોને અને વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે, પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા છે, ગઠામણ પાટીયા વિસ્તાર બેટમાં ફેરવાયો છે, અને હાઇવે પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, રાજસ્થાનથી અમદાવાદ અને અમદાવાદથી રાજસ્થાન તરફ જતા વાહનો ટ્રાફિકમાં ફસાયા છે.





